એરપોર્ટ પર બે સમોસા અને એક ચા ના 500 રૂપિયા? ફોટો શેર કરી લખ્યું ‘અચ્છે દિન’

એક યુવતીએ મુંબઈ એરપોર્ટ પર ચા અને સમોસાની કિંમત જણાવીને નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પોતે જ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ટ્રોલ થઇ ગયો હતો. વાસ્તવમાં, ફરાહ ખાને તેના ટ્વિટર એકાઉન્ટ પરથી સમોસા અને ચાની તસવીર સાથે તેની કિંમત જણાવતા લખ્યું કે, “અચ્છે દિન”. તેની આ ટ્વીટ જોત જોતામાં જ વાયરલ થઈ ગઈ. જેના પર લોકોએ તેને અનેક સવાલો પૂછીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

ટ્વિટર પર સમોસા અને ચાની કિંમત જણાવી
ફરાહ ખાને તેના ટ્વિટર હેન્ડલ પરથી સમોસા અને ચાના ફોટો સાથે લખ્યું, “મુંબઈ એરપોર્ટ પર બે સમોસા, એક ચા અને પાણીની બોટલ માટે 490 રૂપિયા ચૂકવ્યા. ઘણા સારા દિવસો આવ્યા છે. તેમના આ ટ્વીટ પર કેટલાક લોકોએ કહ્યું કે “મોંઘુ હતું તો લીધું શું કામ.” સાથે જ કેટલાક લોકોએ કટાક્ષ કરતા કહ્યું કે “તમારી પાસે પ્લેનમાં મુસાફરી કરવા માટે પૈસા છે પરંતુ સમોસા અને ચાના નામે નખરા કરો છે.”

ટ્વીટ વાયરલ થવાનું કારણ માત્ર બિલ જ નથી. હકીકતમાં ફરાહે તેને ‘અચ્છે દિન’ સાથે જોડ્યું છે જે કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપનું ચૂંટણી સૂત્ર છે. આ સૂત્ર 2014ની લોકસભા ચૂંટણીમાં આપવામાં આવ્યું હતું. બિલની તસવીર શેર કરતા ફરાહે લખ્યું, “મુંબઈ એરપોર્ટ પર બે સમોસા, એક ચા અને પાણીની બોટલ માટે 490 રૂપિયા ચૂકવ્યા. એકદમ અચ્છે દિન આ ગયે હૈ.”

ફરાહ ખાન પોતાને વ્યવસાયે પત્રકાર ગણાવે છે. તેના ટ્વીટ પર ઘણા લોકોએ કમેન્ટ કરી છે. કેટલાક લોકોએ મજા પણ લીધી. અવનીશ નામના યુઝરે લખ્યું, “એરપોર્ટની બહાર નીકળો અને રિક્ષા પકડી લો. બહાર આવતાં જ બાબાની કેન્ટીન છે. તમને 30 રૂપિયામાં એટલું બધું મળી જશે કે તમે પૂરેપૂરું ખાઈ પણ નહિ શકો. ત્યાર બાદ ટ્રેન પકડીને જ્યાં જવું હોય ત્યાં જાવ.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *