ડૉક્ટરને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, જ્યારે બીમાર હોય ત્યારે હોસ્પિટલમાં દર્દીઓને ડૉક્ટરનો સહારો હોય છે. ડોકટરો પણ તેમની હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંપૂર્ણ નિષ્ઠાથી સારવાર કરે છે. પરંતુ મહારાષ્ટ્રના નાસિકની એક હોસ્પિટલની અંદર એક મહિલા ડૉક્ટરનો જીવ જોખમમાં આવી ગયો હતો અને તે મદદ માટે આજીજી કરતી જોવા મળી હતી.
આ ઘટના મહારાષ્ટ્રના નાસિકમાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાંથી સામે આવી છે. નાસિકમાં છેલ્લા બે અઠવાડિયામાં ડોક્ટર પર હુમલાની આ બીજી ઘટના છે. ડોક્ટર આ હુમલા પછી ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યાર બાદ ગંગાપુર પોલીસે વોર્ડબોય અનિકેત ડોંગરેની ધરપકડ કરી છે. જાણકારી અનુસાર નઈ જેવી વાતમાં અનિકેતએ ડોક્ટર પર હુમલો કર્યો હતો. આ હુમલો સર્જિકલ કાતર દ્વારા કરવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટના હોસ્પિટલના CCTVમાં કેદ થઈ છે. આ ઘટના ગંગાપુર રોડ પર સ્થિત નિમ્સ હોસ્પિટલમાં બની હતી. ઘટનાની જાણ પોલીસને બુધવારે થઇ હતી. તીક્ષ્ણ વસ્તુ વડે હુમલો થતાં મહિલા તબીબ ગંભીર રીતે ઘાયલ થઈ છે. તેની સારવાર કરવામાં આવી રહી છે.
નાસિક: પ્રાઇવેટ હોસ્પિટલમાં વોર્ડબોયે મહિલા ડોક્ટર પર કર્યો હુમલો, ડોક્ટર ગંભીર રીતે ઘાયલ થયા…#maharastra #નાસિક #હોસ્પિટલ #ડોક્ટર #CCTV #news #trishulnews pic.twitter.com/KlU1wEI3XY
— Trishul News (@TrishulNews) December 29, 2022
14 ડિસેમ્બરે આંખના ડોક્ટર પ્રાચી પવાર પર આવી જ રીતે કેટલાક અજાણ્યા લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. પ્રાચી NCPના દિવંગત નેતા વસંત પવારની પુત્રી છે. NIMS હોસ્પિટલમાં અનિકેત છેલ્લા કેટલાક મહિનાઓથી નોકરી કરતો હતો.
અનિકેત હોસ્પિટલની એક નર્સ સાથે પ્રેમના સંબંધ હતા. ડોક્ટર કોઈ કારણસર તે નર્સ પર ગુસ્સે થઈ ગઈ હતી. ડોક્ટરને ગરદનની જમણી બાજુ અને પેટની જમણી બાજુએ ઈજાઓ થઈ હતી. ઘટનાનાં બે અઠવાડિયા પછી પણ પોલીસ આરોપીને પકડી શકી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.