“રામ રાખે તને કોણ ચાખે” જોઈ લો જીવતું જાગતું ઉદાહરણ- સાપે એક જ આંગળીમાં 9 વખત ડંખ માર્યા પણ…

ગીર-સોમનાથ(Gir-Somnath): જીલ્લામાંથી હાલ એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ઊના (Una)ના નાનાએવા કંસારી ગામના દલીત પરીવારના એક યુવાનને શરીરના એક જ અંગ પર સાપે(snake) 9 વખત ડંખ માર્યા છે. તેમ છતા આ યુવાને જીવન મરણ વચ્ચેનો જંગ જીતી મોતના મુખમાંથી બહાર આવ્યો છે. ત્યારે હવે સાપના ડંખથી બચવા પરિવારના કહેવાથી આ યુવક સુરત સ્થાયી થયો છે.

9 વખત સાપે ડંખ માર્યા છતા યુવક જીવે છે:
મળતી માહિતી અનુસાર, 28 વર્ષીય મહેશ પરબતભાઇ સરવૈયા કંસારી ગામમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેમજ તે મજુરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. પરંતુ મહેશ સાથે છેલ્લા બે વર્ષથી એક ઘટના વારંવાર બનતી રહે છે. આ યુવાનને છેલ્લા બે વર્ષમાં 9 વખત સાપે ડંખ માર્યા છે. ત્યારે જોવાની ખુબી તો એ છે કે સાપ મહેશના જમણા પગની ત્રીજી આંગળીમાં જ ડંખ મારે છે.

ખાસ વાત તો એ છે કે, આ ઝેરી સાપના ડંખ મારવાને કારણે તેની હાલત પણ એક વખત નહી અનેક વખત ગંભીર થઇ છે. ઘણી વખત તો ખાનગી હોસ્પિટલના તબીબોએ હાથ હેઠા મુકી દીધા હતા. અંતે સરકારી હોસ્પિટલના તબીબ ડો. એન.કે. જાદવ દ્વારા આ યુવાનની સારવાર કરી અનેક વખત મોતના મુખમાંથી બહાર કાઢ્યો છે. ત્યારે આ ઘટના જોગાનું જોગ સમજવી કે કુદરતી કહેવી તે હજુ સુધી સમજાતુ નથી.

મહેશની સાથે કેવી રીતે આ ઘટના બને છે?
જાણવા મળ્યું છે કે, મહેશ જ્યારે ઘરમાં કામ કરતો હોય ત્યારે જ સાપ ડંખ મારે છે. એટલું જ નહીં પણ એક વખત તો મહેશના ઘરમાં ચુલ્લાની અંદર સાપ બેસેલો હતો અને ઘરના સભ્યો કામ કરતા હતા. ત્યારે સાપે મહેશને ડંખ માર્યા હતો. ત્યારબાદ સાપ પકડનારને બોલાવી સાપને દૂર મુક્ત કરી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન મહેશ પણ સારવાર પુરી થયાબાદ કામે લાગી ગયો હતો.

સાપ ઘરના અન્ય કોઈ સભ્યને ડંખ ના મારે:
આ ઘટનાને પગલે મહેશના પરિવારજનોને પણ ચિંતા થવા લાગી હતી. તેઓને સમજાતું જ ન હતું કે, મહેશની સાથે આ શું થઈ રહ્યું છે. કેમ કે સાપ ઘરના અન્ય કોઈ સભ્યને ડંખ ના મારે ફક્ત મહેશને જ ડંખ મારે એટલે પરિવારના સભ્યો પણ કંટાળી ગયા કે હવે શું થશે? અંતે કંસારીથી થોડે દૂર વાવરડા ગામે રહેતા મહેશના મામા જયંતિ વાજાએ મહેશને વાવરડા તેમના ઘરે બોલાવી લીધો હતો. મહેશ પણ મામાના ઘરે રહેવા ચાલ્યો ગયો હતો. તેમ છતાય સાપે મહેશનો પીછો ના મુક્યો.

એક દિવસ મહેશ વાવરડા તેમના મામાના ઘરે હતો, ત્યારે સાપ બાથરૂમમાંથી બહાર નિકળ્યો અને ડંખ મારી જતો રહ્યો. ત્યારબાદ ફરી એક વખત મહેશને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ રીતે સાપે 8 થી 9 વખત ડંખ માર્યા છે. તેમ છતાં પણ મહેશ સારવાર દરમિયાન મોતના મુખમાંથી બહાર આવી જાય છે.

સુરત સ્થાયી થયા પછી સાપના ડંખથી છુટકારો મળ્યો:
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પરિવારે પોતાના વ્હાલસોયાને સમજાવી અંતે સુરત સ્થાયી થવા નિર્ણય કર્યો અને હાલ મહેશ સુરત મુકામે હિરા ઘસવાનું કામ કરે છે. થોડા દિવસ પહેલા સુરતથી કામ અર્થે કંસારી આવ્યો હતો અને કામ પૂર્ણ થયા બાદ તુરંત જ સુરત જવા નિકળી ગયો હતો. આમ, આ ઘટના કુદરતી સમજવી કે જોગાનું જોગ એ બાબત તેમના પરિવારજનો પણ વિચારી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *