શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જન્મદિવસે ગુજરાતીઓને શિક્ષણ બાબતે આપી રિટર્ન ગિફ્ટ

સુરતના કામરેજ વિધાનસભાના ભાજપ ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાના જન્મદિન નિમિત્તે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત મનપા ના નવા હદ વિસ્તરણમાં જે ગામો આવી રહ્યા છે તે પૈકીના ગામોની શાળાઓને આજે સુરત મહાનગરપાલિકા દ્વારા હસ્તગત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 27 જેટલા ગામડાઓ અને બે નગરપાલિકાની 35 જેટલી શાળાઓ સુરત મહાનગર પાલિકા દ્વારા હસ્તગત કરવામાં આવી છે.

કુલ 27 ગામડાની 35 શાળાઓ હસ્તગત થઇ
તારીખ ૨૯ ડીસેમ્બર ગુરુવારના રોજ ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાના જન્મદિન નિમિતે વર્ષ 2020માં સુરત મહાનગર પાલિકાના હદ વિસ્તરણ દરમિયાન જોડાયેલા 27 જેટલા ગામડાઓ અને 2 નગરપાલિકાની 35 શાળાઓ સુરત મનપા દ્વારા હસ્તગત થઇ છે. આ દરેક શાળા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાના દિશા નિર્દેશમાં શાળાઓ તેમજ સેકંડો વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તત્પરતા દર્શાવી રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે મંજૂરી આપી દેવામાં આવી છે.

પ્રાથમિક શિક્ષણના સ્તરને વધુ ઊંચાઈએ લઈ જવામાં આવશે: શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા
ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાએ જણાવતા કહ્યું કે, આજરોજ સુરતમનપા ના કમિશનર સાથે બેઠક થઇ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં નવા હદ વિસ્તરણ મુજબની ગામડા અને નગરપાલિકાઓની શાળાઓને હસ્તગત કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો.

પ્રફુલ પાનસુરીયાએ વધુમાં જણાવતા કહ્યું કે, દરેક બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટેની તમામ સુવિધાઓ ઉભી કરવા માટે નિર્ણય લેવામાં આવી રહ્યા છે. મારા જન્મદિન નિમિત્તે આજે મને સૌભાગ્ય મળ્યું છે કે મારા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ માટે નવી ભેટ આપી શકું. આવનારા દિવસોમાં પણ નવી શિક્ષણ નીતિના આધારે ઘણા નિર્ણયો લઈને ગુજારત રાજ્યના શિક્ષણ સ્તરને ખુબ ઊંચું લઈ જવાના દરેક પ્રયાસો કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *