બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી- ગુજરાતમાં આ તારીખે અને અહિયાં તબાહી મચાવશે

Meteorological department’s latest forecast Cyclone Biporjoy: હાલ ગુજરાત (Gujarat) રાજ્ય પર બિપોરજોય વાવાઝોડા (Cyclone Biporjoy) નું સંકટ મંડરાઇ રહ્યું છે. બિપોરજોય વાવાઝોડું ગુજરાતની ખૂબ જ…

Meteorological department’s latest forecast Cyclone Biporjoy: હાલ ગુજરાત (Gujarat) રાજ્ય પર બિપોરજોય વાવાઝોડા (Cyclone Biporjoy) નું સંકટ મંડરાઇ રહ્યું છે. બિપોરજોય વાવાઝોડું ગુજરાતની ખૂબ જ નજીક આવી ગયું છે. ત્યારે હવામાન વિભાગે તાજેતરમાં જ ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરી છે. હવામાં વિભાગનું માનવું છે કે, ભારે પવન સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે.

તમને જણાવી દઈએ કે બિપોરજોય વાવાઝોડાથી ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થઈ રહી છે. આ વાવાઝોડાને કારણે દરિયાકાંઠે પવનની ગતિ 70 કિમી પ્રતિ કલાક સુધી વધવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે, અરબી સમુદ્રમાં બિપોરજોય નામનું વાવાઝોડું સક્રિય થતા ગુજરાત સહિત અને રાજ્યના વાતાવરણમાં ઉલેટફેર મચ્યો આ વાવાઝોડું દિવસે ને દિવસે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. જેને પગલે ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ આવી રહી છે.

હવામાન વિભાગે શું કરી આગાહી?
હવામાન વિભાગના ડિરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ જાણકારી આપતા જણાવ્યું હતું કે, આવનારા બે દિવસમાં ગુજરાતમાં વરસાદની શક્યતા નથી પરંતુ ત્રીજા દિવસથી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધશે.

ગુજરાતને લઈને આગાહી કરતા હવામાન વિભાગના ડિરેક્ટરે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં આવનારા પાંચ દિવસમાં વરસાદની શક્યતા નથી. પરંતુ દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં વાવાઝોડાને કારણે વરસાદ થવાની શક્યતાઓ છે. અમદાવાદની વાત કરીએ તો, શહેરના મોટાભાગના વિસ્તારમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી થવાની આગાહી છે. અમદાવાદમાં સામાન્યથી લઈને હળવો વરસાદ વરસી શકે છે.

હવામાન જણાવવું છે કે, આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે. આજથી પાંચ દિવસ પછી વરસાદ થશે. સૌથી વધારે વરસાદ થવાની સંભાવના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સતત બે દિવસ 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે. તારીખ 13, 14 અને 15 તારીખના રોજ એટલે કે બે દિવસ પછી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવનની ગતિ વધીને 50 સુધી જવાની પણ સંભાવના છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં 60 KM ની ઝડપે પવન ફૂંકાશે.

હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાય અન્ય ભાગોમાં પવનની ગતિ વધવાની કોઈ સંભાવના નથી. અન્ય વિસ્તારોમાં પવનની ગતિ 30 કિમી પ્રતિ કલાક સુધી જવાની સંભાવના છે. જોકે દરિયાકાંઠાના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

દરિયાના પવનની વાત કરીએ તો, આજે 30થી 40 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે, જે આવનારા દિવસોમાં વધીને 50 કિમી પ્રતિ કલાક પણ થઈ શકે છે. હવામાન વિભાગે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, આવનારા સમયમાં પવનની ગતિ 70 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે.

ગુજરાતથી કેટલું દુર છે આ વાવાઝોડું?
હવામાન વિભાગના ડિરેક્ટર ડોક્ટર મોહન જણાવ્યું હતું કે, હાલ બિપોરજોય વાવાઝોડું ગુજરાતના પોરબંદર થી 600 કિલોમીટર દૂર છે. જેમ જેમ વાવાઝોડું નજીક આવશે તેમ એલર્ટનું સિગ્નલ પણ બદલવામાં આવશે. હાલ વાવાઝોડું દરિયા કિનારાથી 200 કિમીની નજીક આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *