કાલનો દિવસ એટલે દરેક ભારતીયો માટે ગર્વનો દિવસ. કાલનો દિવસ એટલે ભારતના રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીનો 150મો જન્મદિન. મહાત્મા ગાંધીના 150માં જન્મદિવસને આખું વિશ્વ ઉજવવા જઈ રહ્યું છે, ત્યારે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાત પધારવાના છે તેવી જાણકારી મળી આવી છે.
આવતીકાલે એટલે કે 2જી ઓક્ટોબર ના રોજ ગાંધીજયંતી હોવાને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે.વિદેશમાં હાલમાં જ ભારત દેશ નો ડંકો વગાડીને વડાપ્રધાન જ્યારે પરત આવ્યા છે ત્યારે તેમનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
પ્રદેશ પ્રમુખ જીતુવાઘાણી દ્વારા આજે સુરતમાં પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે પાંચ વાગ્યાના અરસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે અને ત્યારબાદ 5:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર સ્ટેજ પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો છે જેમાં ભાજપના નેતાઓ દ્વારા વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે આ સાથે 06:15 આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમ ખાતે પહોંચશે ત્યાં ગાંધી પ્રતિમાને ફુલહાર કરી કાર્યક્રમમાં હાજરી આપશે.
સાબરમતી હાજરી આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7:00 વાગ્યે રિવરફ્રન્ટ પર ગાંધીજયંતી ઉજવણીમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ ગામોમાં જયા સ્વચ્છતા અગ્રીમતા આપવામાં આવી હોય તેવા 10,000 જેટલા સરપંચોને બોલાવવામાં આવ્યા છે તેઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે .આ કાર્યક્રમ પતાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવમાં હાજરી આપશે જ્યાં ભગવાન અંબાજી ની આરતી ઉતારી અમદાવાદ એરપોર્ટ રવાના થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.