નવા વર્ષની ઉજવણી કરવા જઈ રહેલા 5 મિત્રોને નડ્યો કાળમુખો અકસ્માત, કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાતા…

હરિયાણા (Haryana)ના અંબાલા કેન્ટમાં એક ભયાનક અકસ્માત થયો છે. અહીં પુરપાટ ઝડપે આવતી કાર ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 1 યુવકનું મોત નીપજ્યું હતું અને અન્ય એકને ઈજા થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર 5 યુવકો નવા વર્ષની ઉજવણી કરવા ગુરુગ્રામ (Gurugram)થી શિમલા(Shimla) જઈ રહ્યા હતા અને અકસ્માતનો ભોગ બન્યા. આ અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો છે.

મહત્વનું છે કે, નવા વર્ષની ઉજવણી કરવા ગુરુગ્રામથી શિમલા જઈ રહેલા પાંચ યુવકો જ્યારે અંબાલા કેન્ટ નજીક પહોંચ્યા ત્યારે તેમની કાર આગળ જઈ રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારના ફુરચે ફુરચા ઉડી ગયા. આ અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે, જેની ઓળખ દીપક તરીકે થઈ છે. જ્યારે અન્ય એક યુવક ઘાયલ થયો હતો અને ત્રણ યુવકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

આ ભયાનક ઘટનાનો એક હૃદયદ્રાવક વીડિયો પણ સામે આવ્યો છે. જે આ યુવકો જ બનાવી રહ્યા હતા. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કારમાં જોરદાર મ્યુઝિક વાગી રહ્યું છે. આ દરમિયાન સામેથી જતી ટ્રક સાથે કાર અથડાઈ હતી. આ પછી ઘાયલોને સારવાર માટે અંબાલા કેન્ટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

આ પછી તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જેને પગલે તમામ લોકો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવકના ભાઈએ જણાવ્યું કે તેનો મોટો ભાઈ અને ચાર યુવકો નવા વર્ષની ઉજવણી કરવા શિમલા જઈ રહ્યા હતા. જાણવા મળ્યું છે કે વાહનની સ્પીડ વધુ હતી, જેના કારણે કાર ટ્રક સાથે અથડાઈ હતી. આ દરમિયાન પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિજનોને સોંપ્યો હતો. હાલ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *