ગુજરાત(Gujarat) અને હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)માં ચૂંટણી બાદ હવે ભાજપ(BJP)નો ટાર્ગેટ લોકસભાની ચૂંટણી છે. ભાજપ હવે 2023 ની ચૂંટણીની અત્યારથી જ તૈયારીઓમાં લાગી ગયું છે, ત્યારે ગુજરાતને ઐતિહાસિક જીત અપાવનાર નવા રણનીતિકાર CR પાટીલ(CR Patil)નું પ્રમોશન નક્કી માનવામાં આવી રહ્યું છેતે પ્રકારની માહિતી સુત્રો પાસેથી મળી રહી છે. ભાજપ CR પાટીલની આવડતનો ઉપયોગ લોકસભાની ચૂંટણી તથા અન્ય રાજ્યોની ચૂંટણીમાં કરી શકે છે. ત્યારે 2023 માં CR પાટીલને મોટી જવાબદારી મળી શકે છે તે પ્રકારની જાણકારી સુત્રો પાસેથી મળી રહી છે.
ગુજરાતમાં ભાજપને મોટી જીત અપાવનારા CR પાટીલનું પ્રમોશન નક્કી હોવાનું મનાઈ રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2020 માં પ્રદેશ અધ્યક્ષની કમાન સંભાળનારા CR પાટીલ નવસારીથી ત્રીજીવાર સાંસદ બન્યા હતા, તેના પછી તેઓએ સતત ભાજપને જીત અપાવી છે.
મહત્વનું છે કે,ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે CR પાટીલએ પોતાની જવાબદારી નિભાવી છે. ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક જીત મળી છે. ત્યારે હવે પાટીલને પ્રમોશન મળવાનું લગભગ નક્કી દેખાઈ રહ્યું છે. ભાજપ પાટીલને શું પ્રમોશન આપવા તેના પર વિચારી રહી છે. શુ પાટીલને મોટી જવાબદારી મળી શકે છે. તેને લઈને અનેક અટકળો તેજ થઇ ચુકી છે. તેમને સંગઠનમાં મોટી જવાબદારી સોંપવાનું લગભગ નક્કી છે. CR પાટીલને કેન્દ્રીય ટીમમાં પણ સ્થાન મળી શકે છે અથવા તો એવું પણ લાગી રહ્યું છે કે, કેન્દ્રમાં મંત્રી બનાવીને તેમને રાજકીય રીતે મહત્વના રાજ્યોનો ભાર સોંપવામાં આવી શકે છે. એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે, પાટીલ હવે જેપી નડ્ડા સાથે મળીને કામ કરે અને ત્યાર બાદ પાર્ટીમાં રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સંભાળે.
CR પાટીલની 2023 માં ભૂમિકા મહત્વની બની રહેશે. જેને લઈને શરૂઆતના દિવસોમાં જ સ્પષ્ટતા થઇ જશે. રાજકીય માહોલમાં ચર્ચા ચાલી રહી છે કે, ભાજપના હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા 2024 ના ચૂંટણી સુધી પદ પર યથાવત રહેશે. તેના માટે તેમને મકરસંક્રાંતિની આજુબાજુ એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવી શકે છે.
જેપી નડ્ડાનો રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ આગામી મહિનામાં પૂરો થઇ રહ્યો છે. મહત્વનું છે કે, જેપી નડ્ડા શરૂઆતમાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ અને બાદમાં રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. ભાજપમાં CR પાટીલને લઈને ચર્ચાઓ ચાલી રહી છે કે, તેમની ક્ષમતાઓનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે. તેઓ કેન્દ્રીય મંત્રી બનીને રાજ્યોના પ્રભારી બને અથવા નડ્ડાની સાથે તેમને મહત્વની જવાબદારી સોંપવામા આવી શકે છે. 2024 બાદની સ્થિતિઓને લઈને નવા રાષ્ટ્રીય અધ્યક્ષનો એક મોટો નિર્ણય લેવામા આવી શકે છે.
મહત્વનું છે કે, જો ભવિષ્યમાં CR પાટીલને રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવે છે તો લાલકૃષ્ણ અડવાણી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાદ તેઓ ત્રીજા વ્યક્તિ હશે, જે ગુજરાતથી નીકળીને ભાજપની રાષ્ટ્રીય અધ્યક્ષની કમાન સંભાળશે. ભાજપના પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાનું ગૌરવ અટલ બિહારી વાજપેયીને મળ્યુ હતું. આ ઉપરાંત લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશઈ, કુશભાઉ ઠાકરે, બંગારુ લક્ષ્મણ, જનાકૃષ્ણમૂર્તિ, વૈંકેયા નાયડુ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, અમતિ શાહ અને જેપી નડ્ડા અધ્યક્ષ બન્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.