ચાર કિલોમીટર સુધી યુવતી કાર સાથે ઢસડાતી રહી, ચામડી ઉતરી અને કપડાં ફાટ્યા- વિડીયો જોઈ હૈયું ધ્રુજી ઉઠશે

રાજધાની દિલ્હી(Delhi)માંથી એક શરમજનક અને હૈયું દ્રવી ઉઠે તેવી ઘટના સામે આવી છે. અહીં સ્કૂટી પર સવાર એક છોકરી કાર સાથે અથડાઈ હતી. ગુસ્સે ભરાયેલા…

રાજધાની દિલ્હી(Delhi)માંથી એક શરમજનક અને હૈયું દ્રવી ઉઠે તેવી ઘટના સામે આવી છે. અહીં સ્કૂટી પર સવાર એક છોકરી કાર સાથે અથડાઈ હતી. ગુસ્સે ભરાયેલા કાર સવારો યુવતીને ત્યાં સુધી ખેંચી ગયા જ્યાં સુધી તેના શરીર પરથી કપડા અલગ ન થઈ ગયા, અંતે આ યુવતીનું દર્દનાક મોત થયું હતું. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા પાંચેય યુવકોની ધરપકડ કરી લીધી છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

આ કાળજું કંપી ઉઠે તેવી ઘટના સુલ્તાનપુરી પોલીસ સ્ટેશનના કાંઝાવાલા વિસ્તારની છે. મળતી માહિતી મુજબ, ઈવેન્ટ મેનેજમેન્ટમાં કામ કરતી યુવતી શનિવારે મધરાત બાદ સ્કૂટી પર પોતાના ઘરે જઈ રહી હતી. આ દરમિયાન રસ્તામાં તેનો અને કારનો અકસ્માત થાય છે. આનાથી ગુસ્સે થઈને કારમાં બેઠેલા પાંચ યુવકો કારની સાથે તેને ખેંચીને લઈ ગયા હતા. લગભગ ચાર કિલોમીટર સુધી યુવતીને ધસડ્યા બાદ બાદ યુવતીના કપડા ખરાબ રીતે ફાટી ગયા હતા અને તે બેભાન થઈ જતાં યુવકો ભાગી ગયા હતા.

જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો યુવતીનું મૃત્યુ થઈ ચૂક્યું હતું અને તે નગ્ન હાલતમાં રસ્તા પર પડી હતી. તેના શરીરને ગંભીર ઈજા થઈ હતી અને તેના કપડા ફાટી ગયા હતા. યુપોલીસે સ્કૂટીના નંબર પરથી યુવતીના સંબંધીઓને ટ્રેસ કર્યા હતા. ત્યારબાદ કારના નંબરથી પોલીસ પાંચેય છોકરાઓ સુધી પહોંચી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. યુવકો ક્યાંથી પરત ફરી રહ્યા હતા, તેઓએ દારૂ પીધો હતો કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

બીજી તરફ, દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ટ્વિટ કર્યું કે દિલ્હીના કાંઝાવાલામાં એક યુવતીની નગ્ન લાશ મળી આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે નશાની હાલતમાં કેટલાક છોકરાઓએ તેની સ્કૂટીને કાર સાથે ટક્કર મારી અને તેને ઘણા કિલોમીટર સુધી ઢસડી ગયા. આ મામલો ખૂબ જ ભયાનક છે. હું દિલ્હી પોલીસને હાજરી માટે સમન્સ જારી કરી રહી છું. સમગ્ર સત્ય બહાર આવવું જોઈએ.

દિલ્હીના આઉટર ડીસીપી હરેન્દ્ર કે સિંહે જણાવ્યું કે પોલીસે કારના રજીસ્ટ્રેશન નંબરના આધારે આરોપીને પકડી લીધો. તપાસ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે, તેમની કારનો પીડિતાની સ્કૂટી સાથે અકસ્માત થયો હતો, ત્યારબાદ તેઓ યુવતીને ઢસડીને લગભગ ચાર કિલોમીટર આગળ ચાલ્યા ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *