દિલ્હી કાંઝાવાલા ઘટનાની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી હતી કે ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના હરદોઈ(Hardoi)માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હરદોઈમાં 15 વર્ષીય વિદ્યાર્થીને કાર 1 કિલોમીટર સુધી ખેંચી ગઈ હતી. સમગ્ર ઘટનાનો વિડીયો(Video) સોશિયલ મીડિયા(Social media) પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, ઘટના બાદ સ્થાનિકોએ કારમાં તોડફોડ કરી હતી અને તેને ઉંધી વાળી દીધી હતી. લોકોએ કાર ચલાવી રહેલા વ્યક્તિને પણ ઢોર માર માર્યો હતો. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર સવારને કસ્ટડીમાં લીધો હતો. તે જ સમયે, ઘટનામાં ઘાયલ વિદ્યાર્થીને સારવાર માટે મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે.
NEW INDIA means car-dragging incidents or Urinating on Air India flights #AcheDin
Below video is of 15 year old dragged 1 km by a Sanskari car in Hardoi, UP #KanjhawalaDeathCase pic.twitter.com/g12hfnQzCn
— Superman (@superman19239) January 6, 2023
એક વિદ્યાર્થી સાયકલ દ્વારા કોચિંગ માટે જઈ રહ્યો હતો ત્યારે એક ઝડપી કારે વિદ્યાર્થીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કાર વિદ્યાર્થીને 1 કિલોમીટર સુધી ઢસડી ગઈ હતી. ઘટના એવી હતી કે, જેને પણ આ વિડીયો જોયો તેના રુવાડા બેઠા થઇ ગયા. જો વાત કરવામાં આવે તો હકીકતમાં વિદ્યાર્થી કારના પાછળના ભાગમાં લોખંડના ગાર્ડમાં ફસાઈ ગયો હતો અને તે ઝડપે આવતી કાર દ્વારા તેને ખેંચી રહ્યો હતો. વિદ્યાર્થી બચાવો-બચાવોની બૂમો પાડી રહ્યો હતો. ત્યાં હાજર લોકો બચાવો-બચાવો કહેતા કાર પાછળ દોડવા લાગ્યા હતા. કેટલાક બાઇક પર દોડ્યા તો કેટલાક પગપાળા દોડીને કાર રોકી રહ્યા હતા.
ટોળાએ કાર પલટી નાખી અને ડ્રાઈવરને માર્યો ઢોર માર:
જણાવી દઈએ કે ડ્રાઈવર સોલ્જર બોર્ડ સ્ક્વેરથી ઘંટાઘર માર્ગ તરફ અને પછી પૂજા હોટલની બાજુની ગલીમાંથી સિનેમા માર્ગ તરફ ભાગ્યો. આ દરમિયાન કારમાં ફસાયેલ વિદ્યાર્થી લગભગ 1 કિલોમીટર સુધી ઢસડાતો રહ્યો, ત્યારબાદ ટોળાએ કારને શેરીથી સિનેમા રોડ તરફ વળાંક પાસે રોકી દીધી. સ્ટુડન્ટને બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો અને ડ્રાઈવરને માર મારવાનું શરૂ કર્યું. ત્યાં પહોંચ્યા બાદ પોલીસે મોટી મુશ્કેલીથી ડ્રાઈવરનો જીવ બચાવ્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ કારના કાચ તોડીને પલટી નાખી હતી.
પોલીસે ડ્રાઈવરનો જીવ બચાવ્યો:
ટોળાએ એક દુકાન પાસે કાર રોકી અને વિદ્યાર્થીને બહાર કાઢીને જિલ્લા હોસ્પિટલમાં મોકલ્યો. રોષે ભરાયેલા ટોળાએ ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો અને તેને માર મારવાનું શરૂ કર્યું હતું અને કાર પલટી નાખી હતી, જેના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ડ્રાઈવરને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસે ટોળાને હટાવી કારનો કબજો લઈ લીધો હતો.
વિદ્યાર્થી જોખમમાંથી બહાર:
વિદ્યાર્થી કેતનનો એક પગ કારમાં ફસાઈ ગયો હતો જ્યારે બીજો ડાબો પગ જમીન પર ધસડાતો રહ્યો, પરંતુ કમર ઉપરનો ભાગ સુરક્ષિત હતો. મળતી માહિતી મુજબ કેતનના માથામાં ગંભીર ઈજા થઈ ન હતી જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. ડોક્ટરોએ જણાવ્યું કે, તેની હાલત ખતરાની બહાર છે, અને વધારે ઈજાઓ નથી, પરંતુ તેને એડમિટ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.