અડધી રાત્રે પત્ની અને પ્રેમી રૂમમાં મનાવી રહ્યા હતા રંગરેલિયા, અચાનક પતિ જાગ્યો અને પછી ખેલાયો ખરાખરીનો ખેલ

ઉતરપ્રદેશ(Uttar Pradesh)ના રાયબરેલી(RaeBareli)માં થયેલા રાજેશ મર્ડર કેસનો પોલીસે ખુલાસો કર્યો છે. આ ઘટનાને તેની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને અંજામ આપ્યો હતો. ઘટના પહેલા મહિલાએ…

ઉતરપ્રદેશ(Uttar Pradesh)ના રાયબરેલી(RaeBareli)માં થયેલા રાજેશ મર્ડર કેસનો પોલીસે ખુલાસો કર્યો છે. આ ઘટનાને તેની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને અંજામ આપ્યો હતો. ઘટના પહેલા મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિને ખૂબ દારૂ પીવડાવ્યો હતો. આ પછી, જ્યારે પતિ સૂઈ ગયો, ત્યારે બંને રંગરેલિયા મનાવી રહ્યા હતા. તે સમયે પતિ જાગી જતાં પતિએ તેને તેના પ્રેમી સાથે આપતિજનક સ્થિતિમાં જોઈ હતી.

અત્રે ઉલેખનીય છે કે, આ ઘટના બછરાવન પોલીસ સ્ટેશનના થુલેહાંડી ગામની છે. 30 માર્ચે રાજેશને તેની પત્નીએ તેના પ્રેમી નન્હુ મહતાબ સાથે મળીને દારૂ પીવડાવ્યો હતો. રાજેશ ખૂબ નશો કરીને સૂઈ ગયો હતો. આ પછી તેની પત્ની અને પ્રેમીએ રંગરેલિયા કરવાનું શરૂ કર્યું. દરમિયાન રાજેશ જાગી જતાં તેણે તેની પત્નીને આપતિજનક સ્થિતિમાં જોઈને ગુસ્સે થઈ ગયો હતો. વિરોધ કરવા બદલ બંનેએ તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

મૃતક પતિ અને આરોપી પત્ની

આ મામલામાં રાયબરેલીના અધિક પોલીસ અધિક્ષક નવીન સિંહે કહ્યું કે, બછરવા પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે રાજેશનું શંકાસ્પદ હાલતમાં મોત થયું છે. આના પર ટીમ પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો અને તપાસ શરૂ કરી. જો કે, કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ ન હતી. દરમિયાન પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો, જેના આધારે કેસ નોંધવામાં આવ્યો અને મૃતકના સંબંધીઓની પૂછપરછ કરવામાં આવી.

આ દરમિયાન ખબર પડી કે, તેની પત્નીને ગામના જ નન્હુ મહતાબ સાથે ગેરકાયદેસર સંબંધ છે. આ અંગે મહિલાની કડક પૂછપરછ કરવામાં આવતા રાજેશ, તેની પત્ની રેશ્મા અને મહેતાબે બનાવના દિવસે દારૂ પીધો હોવાનું જાણવા મળ્યું હતું. રાજેશ ખૂબ નશામાં હોવાથી ઊંઘી ગયો હતો.

જાગીને તેણે તેની પત્ની અને મહેતાબને આપતિજનક સ્થિતિમાં જોયા અને વિરોધ કર્યો. આ દરમિયાન પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેનું ગળું દબાવી દીધું, જેના કારણે તેનું મોત થયું. બંને આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *