દરવાજો લોક થઇ ગયો ને કારમાં ભભૂકી ઉઠી આગ… અંતે મળ્યો યુવકનો કંકાલ- અકસ્માત નજરે જોનારાના બેઠા થઇ ગયા રુવાડા

ભાવનગર(Bhavnagar): અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ ભાવનગર જિલ્લામાં મહુવા(Mahuva) પાસે વધુ એક દર્દનાક અકસ્માતની ઘટનાના સમાચાર મળી આવ્યા છે. જેમાં મહુવાના વડલી-નેસવડ રોડ(Wadli-Neswad Road) પર ટ્રક અને કાર અથડાયા બાદ કારમાં આગ ફાટી નીકળતાં તેનો ચાલક બળીને ભડથું થઈ ગયો હતો. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પહેલા અકસ્માત અને તરત બાદ કારમાં આગ:
સવારે 10 વાગ્યાના સમયગાળા દરમિયાન મહુવાથી ભાવનગર નેશનલ હાઇવે નંબર આઠ પર એક કાર અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જતાની સાથે જ અચાનક કારમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે કારનો દરવાજા ખૂલી ન શકતાં કારમાં સવાર વ્યક્તિ આગમાં ખાખ થઈ ગયો હતો. આ સમયે ત્યાં હાજર લોકોનાં રુવાંટાં ઊભાં થઈ જાય એવાં દૃશ્યો સર્જાયાં હતાં.

યુવકે ઘણા પ્રયાસ કર્યા, પણ અંતે હારી ગયો:
જાણવા મળ્યું છે કે, યુવક પોતાની કાર લઈને હાઈવે પર મહુવા તરફ જઈ રહ્યો હતો, આ દરમિયાન ભાવનગર તરફથી આવતું કેમિકલ ભરેલું ટેન્કર એકાએક ધડાકાભેર અથડાયું હતું. જેને પગલે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તેમજ ત્યારે જ એકાએક કારમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.

આગ લાગતાની સાથે જ ડ્રાઈવરે કારમાંથી બહાર નીકળવાના ઘણા પ્રયાસો કર્યા હતા, પરંતુ કારનો દરવાજો અથવા કાચ કોઈ કારણસર ના ખૂલતાં યુવક આગમાં હોમાઈ ગયો હતો.

કારમાં અંતે યુવકનું કંકાલ જ જોવા મળ્યું:
આ હચમચાવી દેતા દ્રશ્યો જોઈ ત્યાં હાજર લોકોના રુવાંટાં ઊભાં થઈ ગયાં હતાં. ત્યારે ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આગ કાબૂમાં આવ્યા બાદ કારમાંથી ફક્ત યુવકનું કંકાલ જ મળ્યું હતું. હાલ આ ઘટનાને પગલે ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. તેમજ આગમાં હોમાયેલો યુવક કોણ છે એની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *