સુરત (Surat) માં માતા-પુત્રી ખેંચની બિમારીથી કંટાળી આપઘાત કરવા નીકળ્યા હતા. પુત્રીએ બ્રિજ પરથી તાપીમાં છલાંગ લગાવી દીધી હતી. ત્યારે લોકોએ માતાને બ્રિજ પર જ પકડીને બચાવી લીધી હતી. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને થતા તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી. બ્રિજ પરથી કુદીલી પુત્રીની શોધખોળ હાથ ધરી હતી.
ફાયરબ્રિગેડને શોધ-ખોલ દરમ્યાન નાવડી ઓવારા પાસેથી પુત્રીનો મૃતદેહ મળ્યો હતો. માતાની ઉંમર 45 વર્ષ છે. અને તેમની પુત્રીની ઉમર 22 વર્ષ હતી. દીકરીના લગ્ન થોડા સમય પહેલા જ એક યુવક સાથે થયા હતા. યુવક લગ્ન પછી મૃતક યુવતીના પરિવાર સાથે જ રહે છે. મૃતક તેની બહેન અને તેની માતાને ખેંચની બીમારી હતી.
ખેંચની બીમારીના લીધા રૂબીનાને દોઢ મહિના પહેલા સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. આજે રૂબીના અને તેની માતા મક્કાઈપુલ સાથે આપઘાત કરવા માટે આવ્યા હતા. સોમવારે સવારે બંને મક્કાઈપુલ પર આવ્યા હતા અને ત્યાં રૂબીનાએ બ્રિજ પરથી તાપી નદીમાં છલાંગ લગાવી હતી. પુત્રી કૂદી ત્યાર બાદ માતા હમીદા પણ છલાંગ લગવા જઈ રહ્યા હતા. પણ ત્યારે લોકોએ તેમને પકડી લીધા હતા અને બચાવી લીધા હતા.
ત્યાં હાજર લોકોએ ફાયરબ્રિગેડને ઘટનાની જાણ કરી અને ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી હતી અને નાવડી ઓવારા પાસેથી રૂબીના મળી હતી. ત્યાર બાદ 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ લઇ ગયા અને ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.