ખુશખબર: ખાદ્યતેલના ભાવમાં ધાર્યા કરતાં થયો મોટો ઘટાડો- જાણો એક ડબ્બાનો ભાવ 

Edible oil prices fall: ગુજરાતમાં સતત વધી રહેલી મોંઘવારી (inflation) વચ્ચે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલ (edible oil)નાં…

Edible oil prices fall: ગુજરાતમાં સતત વધી રહેલી મોંઘવારી (inflation) વચ્ચે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલ (edible oil)નાં ભાવ આસમાને પહોંચી ગયા છે, જેને લીધે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું હતું. ત્યારે રાજ્યમાં ગૃહિણીઓ માટે સારા અને રાહતના સમાચાર આવ્યા છે. જો વાત કરવામાં આવે તો રાજ્યમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે, સીંગતેલ, કપાસિયા તેલ, પામોલિન તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

જો વાત કરવામાં આવે તો સીંગતેલના ભાવમાં રાહત થઈ છે. સીંગતેલમાં છેલ્લા 17 દિવસમાં 15 કિલોના ડબ્બે રૂપિયા 130નો ઘટાડો નોંધાયો છે. ત્યારબાદ ડબ્બાનો ભાવ 2810થી 2860 રૂપિયા થઇ ચુક્યો છે. આ જ સીંગતેલ 17 દિવસ પહેલા તારીખ 8 એપ્રિલે રેકોર્ડ રૂપિયા 2940- 2990ના ભાવે પહોંચ્યું હતું.

મહત્વનું છે કે, સીંગતેલની સાથે કપાસિયા તેલના ભાવ પણ ઘટી ગયા છે. કપાસિયા તેલમાં ડબ્બે 90 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જે બાદ કપાસિયા તેલનો ભાવ 1750 રૂપિયા થઇ ગયો  છે. આ સાથે જ પામોલિન તેલમાં રૂપિયા 50ના ઘટાડા સાથે ડબ્બાનો ભાવ 1505થી 1510 રૂપિયા થઇ ગયો છે.

અમે તમેને જણાવી દઈએ કે, 17 દિવસ અગાઉ રાજ્યમાં સીંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા  2940-2990 સુધી પહોંચી ગયા હતા. જેથી કેટલાક લોકો દ્વારા ઘરેલુ વપરાશમાં કપાસિયાનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો હતો. સીંગતેલની લેવાલી નહીં હોવાને કારણે તેના ભાવ આશ્ચર્યજનક રીતે વધતા જતા હતા. ત્યારે હવે ભાવમાં ઘટાડો થવાને કારણે લોકોને થોડી રાહત થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *