મુંબઈ-ગોવા નેશનલ હાઈવે(Mumbai-Goa National Highway) પર એક ભયંકર માર્ગ અકસ્માત(Accident)ના સમાચાર સામે આવી રહ્યા છે. આ અકસ્માતમાં 9 લોકોના મોત(9 people died) થયા છે. આ ગમખ્વાર અકસ્માત મુંબઈ-ગોવા હાઈવે પર ગોરેગાંવ પોલીસ સ્ટેશન(Goregaon Police Station) વિસ્તાર હેઠળના રોપોલી ગામ પાસે થયો હતો. ટ્રક અને ફોર વ્હીલર વચ્ચે સર્જાયેલ અકસ્માત ખૂબ જ ભયાનક હતો. સદનસીબે આ અકસ્માતમાં ચાર વર્ષના બાળકનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માત સવારે પાંચ વાગ્યાની આસપાસ થયો હતો.
Maharashtra | Visuals from Goa-Mumbai highway in Repoli area in Raigad where a car accident left nine people, including a child, dead and another child injured. pic.twitter.com/oaH1qKyW83
— ANI (@ANI) January 19, 2023
પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતમાં એક ફોર વ્હીલર મુંબઈથી આવી રહી હતી. દરમિયાન ટ્રક અને ફોર વ્હીલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત સવારે પાંચ વાગ્યે થયો હતો. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ધુમ્મસના કારણે અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મૃતકોમાં ચાર મહિલાઓ અને પાંચ પુરૂષોનો સમાવેશ થાય છે. ઘટનાની માહિતી મળતા જ ગોરેગાંવ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેઓએ સ્થાનિક ગ્રામજનોની મદદથી રાહત કાર્ય શરૂ કર્યું છે. આ અકસ્માતમાં ઘાયલ બાળકનો જીવ બચી ગયો છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે મુંબઈ-ગોવા હાઈવેનું નિર્માણ છેલ્લા ઘણા સમયથી ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આ સાથે આ રોડ પર સતત અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ગયા અઠવાડિયે રત્નાગીરી જિલ્લાના રાજાપુરમાં પણ અકસ્માત થયો હતો. ત્યારે લાંજામાં અકસ્માત સર્જાયો હતો. આ બંને અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માતમાં શનિવારે બાઇક સવાર 25 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો હતો.
ગયા અઠવાડિયે શુક્રવારે મહારાષ્ટ્રના નાસિક-શિરડી હાઈવે પર આવો જ એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં 10 મુસાફરોના મોત થયા હતા, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. વાસ્તવમાં મુંબઈને અડીને આવેલા ઉલ્હાસનગરના ઘણા ભક્તો શિરડી સાંઈ બાબાના દર્શન કરવા જઈ રહ્યા હતા. તમામ લોકો લક્ઝરી બસમાં સવાર હતા, બસમાં 50 મુસાફરો હાજર હતા. પરંતુ આ ભયાનક અકસ્માત સિન્નર-શિરડી હાઈવે પર પાથેર ગામ પાસે બસ અને ટ્રક વચ્ચે સામસામે અથડાવાને કારણે થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.