હમણાં થોડા સમય પહેલા જ જમ્મૂ-કશ્મીરના પુલવામામાં જ્યારે આતંકવાદીઓએ CRPFના જવાનો પર હુમલો કર્યો હતો ત્યારે સમગ્ર ભારત દેશમાં લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. તેના ઉત્તરમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘરમાં ઘુસીને એરસ્ટ્રાઇક કરી હતી. આ એરસ્ટ્રાઇકમાં વાયુસેનાએ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અડ્ડાઓ પર બોમ્બ વરસવયા હતા.
હવે શુક્રવારે વાયુસેના દ્વારા આ એરસ્ટ્રાઇકનો એક વીડિયો બહાર પાડ્યો છે. જેમાં એરસ્ટ્રાઇકની આખી પ્રક્રિયાને બતાવવામાં આવી છે. જેનો વિડીયો તમે નીચે જોઈ શકો છો.
#WATCH Indian Air Force showcases the story of the Balakot aerial strikes in a promotional video at the annual Air Force Day press conference by Air Force Chief Air Chief Marshal Rakesh Kumar Singh Bhadauria. pic.twitter.com/GBRWwWe6sJ
— ANI (@ANI) October 4, 2019
ભારતીય વાયુસેના દ્વારા આ વીડિયોમાં સાફ-સાફ બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે પુલવામા આતંકવાદી હુમલા બાદ દેશમાં પાકિસ્તાની આતંકવાદીઓ વિરૂદ્ધ રોષ ફાટ્યો હતો. ત્યારબાદ વાયુસેનાએ બાલાકોટમાં એરસ્ટ્રાઇકની યોજના બનાવી. વીડિયો મુજબ વાયુસેનાનાં વિમાનોમાં પાકિસ્તાનના બાલાકોટમાં ચાલી રહેલ આતંકવાદી અડ્ડાઓને નિશાન બનાવવામાં આવ્યા અને તેમને તબાહ કરી દેવામાં આવ્યા.
ભારતીય વાયુસેનાના આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, બાલાકોટમાં એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને બીજા દિવસે, 27 ફેબ્રુઆરીએ ભારતીય વાયુક્ષેત્રમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ભારતીય વાયુસેનાએ તેમને ખદેડી મૂક્યા હતા.અને હવે પાકિસ્તાન આંતકી હુમલા કરવા માટે પણ 100 વાર વિચાર કરશે તે આ એરસ્ટ્રાઇક પછી લાગી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.