આજથી થઇ ગઈ છે આ ચીજવસ્તુઓ મોંઘી, સારવાર, રાંધણગેસ પણ થશે મોંઘા

livehindustan.com

આજે 1 લી એપ્રિલ થી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું છે .જોકે આ વર્ષમાં તમારા ખિસ્સા પર વધુ ભાર પડશે, કારણકે નવા નાણાકીય વર્ષમાં કેટલીક આવશ્યક વસ્તુઓમાં ભાવ વધારો થશે. તો આવો જાણે કઈ કઈ વસ્તુમાં વધશે ભાવ?

કાર ખરીદી થશે મોંઘી

નવા વર્ષમાં તમને કાર ખરીદવાનું વધુ મોંઘું થઈ શકે છે. કારણકે કાર કંપનીએ તેમના પ્રોડક્ટના ભાવમાં 75 હજાર રૂપિયા સુધીનો વધારો કરવા જઈ રહી છે.

રાંધણગેસ થશે મોંઘો

નવા વર્ષથી ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થાય એવી સંભાવનાઓ છે .કારણકે રિપોર્ટ મુજબ કંપનીઓ દરેક મહિનાની પહેલી તારીખે રાધણ ગેસ સિલિન્ડરના ભાવમાં પરિવર્તન કરે છે .ઉપરાંત ઘરોમાં પાઈપલાઈન વડે પહોંચીતી ગેસ પાઇપ નેચરલ અને ગાડીઓમાં ભરાતો સીએનજીના 1લી એપ્રિલથી વધારો થઈ શકે છે .જ્યારે પ્રાકૃતિક ગેસના ભાવમાં 18 ટકા સુધીનો વધારો થઈ શકે છે .ગેસની કિંમતમાં વધારો થતાં મોંઘવારી પણ વધશે.

હવાઈ મુસાફરી થશે મોંઘી

રિપોર્ટ મુજબ સરકારની એક સમિતિ એક હવાઈ મુસાફરી કરવા વાળા મુસાફરોને પહેલા કરતા વધુ મુસાફરી સેવા શુલ્ક વસૂલવાની ભલામણ કરે છે .જો અમલમાં આવશે તો એર લાઈન ટિકિટ વધુ મોંઘી થશે.

હૃદયની સારવાર પણ મોંઘી થશે

હૃદયની દર્દીઓની સારવાર મોંઘી થઈ શકે છે. કારણ કે હ્રદયમાં મુકાતા સ્ટન્ટના ભાવમાં 1લી એપ્રિલથી વધારો થઈ શકે છે .નવી કિંમતો લાગુ પડતા હોસ્પિટલ પર નવી કિંમત ના આધારે ભાવ વસૂલશે.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: