ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)થી વધુ એક યુવકના મોતના સમાચાર સામે આવતા ચકચાર મચી જવા પામી છે. શહેરમાં પહેલા ક્રિકેટ રમતાં અને હવે ફૂટબોલ(Football) રમતા યુવકનું હાર્ટઍટેક(Heart attack)ના કારણે મોત(Death) થયાનું સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. ક્રિકેટ રમત પ્લેયરના મોત પછી હવે ફૂલબોલ રમતા યુવકનું મોત થતા ચકચાર મચી જવા પામી છે. ફૂટબોલ રમતી વખતે હાર્ટઍટેક આવતા ફૂટબોલ વર્ષના યુવકનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર, મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા ઓરિસ્સાના વિવેક કુમાર નામના વિદ્યાર્થીનું હાર્ટઍટેક આવવાને કારણે મોત નિપજ્યું છે.
અમે તમને જણાવી દઈએ કે, કાતિલ ઠંડીમા હાર્ટ એટેકના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ હવે તો યુવા વર્ગ પણ તેનો શિકાર બની રહ્યાં છે. યુવાનોમાં પણ હાર્ટ એટેકના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં હાર્ટ એટેકથી એક સાથે બે યુવકોના મોત નિપજતા ફફડાટ મચી ગયો છે. આ ઘટનાઓ અત્યંત ચોંકાવનારી છે.
મહત્વનું છે કે, છેલ્લા 5થી 7 વર્ષમાં યુવાઓને પણ હાર્ટ એટેક આવવાના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે. આ વિશે તબીબોનુ જણાવવું છે કે, કોરોના બાદ આવા કિસ્સાઓમાં વધારો થવા પામ્યો છે. જો વાત કરવામાં આવે તો છેલ્લા 10 દિવસથી ઠંડીનું જોર વધી રહ્યું છે. આ ઠંડીની સીઝનમાં વિદ્યાર્થીઓએ નાસ્તો કર્યા બાદ જ કોલેજ કે શાળામાં જવું જોઈએ. જો વિદ્યાર્થીઓને તાવ, શરદી હોય તો રમત ન રમવી જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ શિયાળની ઋતુમાં યુવાનોમાં હાર્ટઍટેકના કેસમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. શિયાળામાં શરદીથી બચવામાં બેદરકારી અને દવાઓ લેવામાં બેદરકારીના લીધે બ્લડપ્રેશરનું સ્તર અચાનક જ વધવા લાગે છે. જેના લીધે હાર્ટઍટેક અને બ્રેઈન એટેકનો ખતરો વધારે પ્રમાણમાં રહે છે. શિયાળાની ઋતુ તેની સાથે અનેક સમસ્યાઓ લઈને આવે છે. ઘણી વખત આ મુશ્કેલીઓ એટલી વધી જાય છે કે તે મૃત્યુનું કારણ પણ બની જાય છે અને એટલા માટે કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.