ગુજરાત(Gujarat): ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા ડિસેમ્બર, 2022માં લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામો શુક્રવારે એટલે કે ગઈકાલે જાહેર કરવામાં આવ્યા હતા. ડિસેમ્બરમાં યોજવામાં આવેલ ફાઉન્ડેશન પરીક્ષામાં રાજકોટ(Rajkot)માંથી કુલ 1374 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 372 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે, એટલે કે એકંદરે જો વાત કરવામાં આવે તો 27.11 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે.
રાજકોટની વિદ્યાર્થિની વિશ્વા સૂચકે(Vishva Suchak) પોતાના માતા-પિતા હયાત ન હોવા છતાં શિક્ષકોના સહયોગથી CA ફાઉન્ડેશનની પરીક્ષામાં 400માંથી 339 ગુણ પ્રાપ્ત કરી 84.75% સાથે સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી એક અનોખી જ સિદ્ધિ હાંસિલ કરી છે.
મહત્વનું છે કે, સમગ્ર ભારતમાં 1,26,015 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે વિદ્યાર્થીઓ પૈકી 36,864 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે 29.25ની ટકાવારી સૂચવે છે. CA ફાઉન્ડેશનની પરીક્ષામાં સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાને આવેલી વિદ્યાર્થિની વિશ્વા સૂચકને એકાઉન્ટમાં 100માંથી 96, ઇકોનોમિકસમાં 100માંથી 93, QAમાં 100માંથી 81 અને લોમાં 100માંથી 69 માર્ક્સ મળ્યા છે.
જણાવી દઈએ કે, વિશ્વા સૂચકના પિતા વર્ષ 2014માં કેન્સરમાં મૃત્યુ પામ્યા હતા અને ત્યારબાદ તેમની માતા ઉપર બધી જવાબદારી આવી પડી હતી, છતાં પોતાની પુત્રીને ભણાવી અને તેની તમામ જરૂરિયાતો પૂરી કરવાની કોશિશ કરી હતી. CA ફાઉન્ડેશન દરમિયાન, સપ્ટેમ્બર 2022માં એક્ઝામ અગાઉ વિશ્વાના મમ્મીને હાર્ટ એટેક આવતા અચાનક જ નિધન થયું છે. છતાં વિશ્વાએ હિંમત હાર્યા વિના પોતાના માતા-પિતાની હયાતી ન હોવા છતાં પોતાના ભાઈ, પરિવારજનો અને શિક્ષકોએ હિંમત આપતા CA ફાઉન્ડેશનમાં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરી એક અનોખી જ સિદ્ધિ હાંસિલ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.