બીપરજોય વાવાઝોડાને લઈને મોટા સમાચાર: ગુજરાત ઉપર આવી રહેલી મોટી ઘાત…

Big news on Cyclone biporjoy Gujarat: સ્કાયમેટના અનુમાન મુજબ બિપોરજોય વાવાઝોડુ (Cyclone biporjoy) ઓમાન તરફ ફંટાશે, આ દરમિયાન ગુજરાત (Gujarat) અને મહારાષ્ટ્ર (Maharashtra) ના તટીય…

Big news on Cyclone biporjoy Gujarat: સ્કાયમેટના અનુમાન મુજબ બિપોરજોય વાવાઝોડુ (Cyclone biporjoy) ઓમાન તરફ ફંટાશે, આ દરમિયાન ગુજરાત (Gujarat) અને મહારાષ્ટ્ર (Maharashtra) ના તટીય વિસ્તારો આસપાસ સામાન્ય વરસાદ રહેશે તથા દરિયાકિનારા નજીક 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે. એક ખુબજ મહત્વના સમાચાર બિપોરજોય વાવાઝોડાને લઈને સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર હાલ હવે ગુજરાત અને મહારાષ્ટ્રને બિપોરજોય વાવાઝોડાથી કોઈ પણ પ્રકારનો ખતરો નથી. પ્રાપ્ત માહિતી અનુસાર બિપોરજોય વાવાઝોડું ઉત્તર અને પશ્ચિમ દિશાથી ઓમાન તરફ આગળ વધશે તેવું જાણવા મળી રહ્યું છે. ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ વાવાઝોડું આગળ વધતા આવતીકાલથી 2 દિવસ ભારે હવા ફૂંકાશે.

હાલ ગુજરાત અને મહારાષ્ટ્રને બિપોરજોય વાવાઝોડાથી કોઈ પણ પ્રકારનો ખતરો નથી. આ તરફ હવે ગુજરાત અને મહારાષ્ટ્રના તટ પર 50 થી 70 કિમી પ્રતિ કલાકે ભારે પવન ફૂંકાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલથી 2 દિવસ તેને લઈને દરિયાકિનારે ન જવા સલાહ આપવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં તારીખ 10 અને તારીખ 11એ ભારે પવન અને છૂટો છવાયો વરસાદ રહેશે. ગુજરાત રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસરને લઈ ભારે પવન સાથે વરસાદ વરસવાની આહાગી કરવામાં આવી છે. તે અંતર્ગત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 

આ આગાહીમાં ખાસ કરીને ભરૂચ, વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ અને ડાંગમાં વરસાદ વરસશે તેવી સંભાવના છે. અમદાવાદમાં આ સાથે સૂકું વાતાવરણ રહેશે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર હાલ ગુજરાત અને મહારાષ્ટ્રને બિપરજોય વાવાઝોડાથી કોઈ પણ પ્રકારનો ખતરો નથી.

ગુજરાતના દરીયા કાંઠા માટે હાલમાં પવન વિષયક કોઈ ચેતવણી કરવામાં આવી નથી. જયારે તારીખ 11 અને 12 માટે ગુજરાતના દરીયા કાંઠે 35 થી 55 કી.મી. કલાક ની ગતીથી પવન ફૂંકાય શકે તેવી સંભાવના છે. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે 60-90 ની ગતીના પવનથી ઝાડની ડાળીઓ પડી જવી કે કાચા મકાનને નુકશાન જેવી ઘટના બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *