Gujarat Surat: ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેર માંથી વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવી છે. સુરત શહેરમાં આવેલા સરથાણા જકાતનાકા વિસ્તારના એક સાબુના વેપારીને એક પરિણીતાએ કહ્યું કે, ‘મારા ઘરે કોઇ ન હોય ત્યારે આવજો, આપણે મજા કરીશું.’આવું કહીને સાબુના વેપારીને ઘરે બોલાવ્યો અને હનીટ્રેપમાં ફસાવી રૂ.1.10 લાખની માંગણી કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચે આ પરિણીતાને ઝડપીને પોલીસના હવાલે કરી દીધી છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, સરથાણાનામાં આવેલા વ્રજચોક વિસ્તારમાં સાબુનો વેપાર કરતા જતીન (ઉ.વ.28, નામ બદલ્યું છે)ની એક એક મહિલા દ્વારા સોનલ સાવલિયા(ઉ.વ. ૩૪, રહે, બિલ્ડીંગ નંબર જી, રૂમ નંબર 406, ચોથા માળે સુમન નિવાસ, મહારાજા ફાર્મની પાછળ, મોટા વરાછા સુરત, મૂળ રહે-નાનીવાવડી, તાલુકો-ગારીયાધાર, જીલ્લો-ભાવનગર) સાથે ઓળખાણ થઇ હતી.
સોનલએ એક વાર જતીનને કહ્યું કે, મારા ઘરે કોઈ નાહી હોઈ ત્યારે હું તમને બોલાવીસ તમે આવ જો આપણે મજા કરીશું એમ કહીને ઘરે બોલાવ્યો હતો. ઘરે બોલાવીને હનીટ્રેપમાં ફસાવીને રૂ.1.10 લાખની માંગણી કરી હતી. આ ઘટનામાં તેની સાથે તેનો પતી પણ સામેલ હતો.
પરંતુ વેપારીએ ચાલાકી વાપરીને કાકા હસ્તક પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસને જાણ થતા ઉત્રાણ પોલીસે હનીટ્રેપમાં ફસાવનાર સોનલના પતિ અને અન્ય એક વ્યક્તિને પકડી લીધા હતા. હાલમાં બંસી પોલસની કસ્ટડીમાં છે. પોલીસે સોનલની ધરપકડ કરી લીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.