આપ MLA ના OYO હોટેલના રંગમાં ભંગ પાડ્યો પતિએ- જુઓ વિડીયો

ગુજરાત આમ આદમી પાર્ટીમાં આજે ભૂકંપ આવી ગયો છે. આપ ના ધારાસભ્યને અફેર વાળી યુવતી સાથે હોટલમાં જવું ભારે પડ્યું છે. યુવતી પરણિત હતી અને…

ગુજરાત આમ આદમી પાર્ટીમાં આજે ભૂકંપ આવી ગયો છે. આપ ના ધારાસભ્યને અફેર વાળી યુવતી સાથે હોટલમાં જવું ભારે પડ્યું છે. યુવતી પરણિત હતી અને તેના પતિએ પીછો કરીને ઓયો હોટલમાં રેડ કરતા ધારાસભ્યને (Bhupat Bhayani Video) મોઢે રૂમાલ બાધી ભાગી જવું પડ્યું હતું.

વાત કરીએ તો સુરતના કડોદરા વિસ્તારમાં આવેલી સૂરજ નામની એક ઓયો હોટલ માં 800 રૂપિયાના ભાડે રૂમ રાખીને પહોંચેલા ભુપત ભાયાણીએ રિસેપ્શન પર રજીસ્ટ્રેશન કર્યું અને યુવતી સાથે 50 મિનીટ સુધી એકાંતમાં રહ્યા હતા. પરંતુ આ વાતની જાણ તેના પતિને થઈ જતા તેને મોબાઈલ વીડિયો શરૂ કરીને હોટલ પર રેડ કરી હતી અને પતિ આવી ગયો હોવાનું જાણતા જ ભુપત ભાયાણીએ મોઢે રૂમાલ બાંધીને ચાલતી પકડી હતી.

યુવતી પરણીત હોવાથી અને પતિ પોતાનું ઘર સંસાર બચાવવા માંગે છે. તેથી પોતાનું નામ ના આવે તેના માટે પોલીસ ફરિયાદ થી દૂર રહ્યો છે અને પોતાના મોબાઈલ ના વિડીયો પણ વાયરલ કર્યા નથી. આ પીડિત પતિએ જણાવ્યું કે, જો પોલીસ તપાસ કરવામાં આવે તો ભુપત ભાયાણી ને અન્ય સ્ત્રીઓ સાથે પણ સંબંધ હોવાનું બહાર આવે એમ છે.

સીસીટીવી માં સ્પષ્ટ જોઈ શકાય છે કે 8 જૂન 2023 ના રોજ સવારે 10:25 કલાકે સૂરજ હોટલમાં પ્રવેશ કરેલા ભુપત ભાયાણીએ રજીસ્ટરમાં એન્ટ્રી કરી છે અને યુવતીએ પણ પોતાની મરજીથી હોટલમાં આવી હોય તેવી રીતે સહી કરી હતી. દોઢ મિનિટની અંદર ભુપત ભાયાણી ને રિસેપ્શન પર નો માણસ એક રૂમમાં મોકલે છે.

જ્યારે પતિ હોટલ પર પહોંચે છે અને દરવાજે પહોંચીને વિડીયો શરૂ કરીને બોલાવે છે, ત્યારે ભુપત પોતાની પોલ ખુલી ન જાય તેના માટે મોઢે રૂમાલ બાંધીને 11 વાગ્યે અને 12 મિનિટે મોઢે રૂમાલ બાંધીને ભાગે છે અને પાછળ પાછળ યુવતી પણ મોઢે દુપટ્ટો બાંધીને ભાગતી જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

2 Replies to “આપ MLA ના OYO હોટેલના રંગમાં ભંગ પાડ્યો પતિએ- જુઓ વિડીયો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *