ધન્ય છે તમને ખજુરભાઈ… દરિયાદિલ નીતિન જાનીએ ગૌમાતાને જમાડ્યા 500 કિલો ડ્રાયફ્રુટ્સ

સેકંડો જરૂરિયાતમંદોના મસીહા ખજુરભાઈ (Khajurbhai) એટલે કે, આપણા લાડીલા નીતિનભાઈ (Nitin Jani) એ ફરી દરેકના દિલ જીતી લીધા છે. આમ તો નીતિનભાઈ અવારનવાર પોતાના સોશિયલ…

સેકંડો જરૂરિયાતમંદોના મસીહા ખજુરભાઈ (Khajurbhai) એટલે કે, આપણા લાડીલા નીતિનભાઈ (Nitin Jani) એ ફરી દરેકના દિલ જીતી લીધા છે. આમ તો નીતિનભાઈ અવારનવાર પોતાના સોશિયલ મીડિયા પર લોકોની મદદના વિડીયો શેર કરતા હોય છે, પરંતુ આ વખતે તો એક એવો વિડીયો શેર કર્યો છે, તેને જોતા જ ખુશીથી આંખો ભીની થઇ જાય… ખજુરભાઈએ પોતાના સોશિયલ મીડિયા પર ગૌમાતાનો વિડીયો શેર કર્યો છે.

આ વિડીયોમાં ખાજુરભાઈ ગૌમાતાને 500 કિલોના ડ્રાયફ્રુટ્સ જમાડી રહ્યા છે. જેમાં કાજુ, બદામ અને કીસમીસ મિક્સ કરવામાં આવ્યા છે. ખાજુરભાઈ જણાવે છે કે, ‘દુનિયાના દરેક લોકો સારું કામ કરવા માટે મૂહર્ત જોવે છે, પરંતુ એક એવું સારું કામ છે જેને કરવા માટે ક્યારેય પણ મૂહર્ત જોવાની જરૂર નથી પડતી; અને એ છે ગૌમાતાને જમાડવું…’

આટલું જ નહિ, ખજુરભાઈ ગૌમાતાને સૃષ્ટીનું સૌથી કરુણામય જીવ ગણાવે છે. ખજુરભાઈ જણાવે છે કે, ‘ગૌમાતાની ગમે તેટલી સેવા કરો એટલી ઓછી છે; તેમની સામે 56 ભોગ પણ કરો તો’ય ઓછા પડે…’ આ જ ભાવના સાથે ખજુરભાઈ ગૌમાતા માટે 500 કિલો કાજુ, બદામ અને કીસમીસના ડ્રાયફ્રુટ્સ અર્પણ કરી રહ્યા છે. જે અવેડામાં આજ સુધી ગાયો પાણી પીતી હતી, આજે એ જ અવેડાને ખજુરભાઈએ કાજુ-બદામ અને કીસમીસથી છલકાવી દીધો છે.

હાલ સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વિડીયો જોનારા દરેક લોકો ખજુરભાઈના ભરપેટ વખાણ કરી આશીર્વાદ આપી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વિડીયોને 21 લાખથી વધુ વ્યુઝ મળી ચુક્યા છે, અને લાખો લોકોએ આ વિડીયોને પસંદ કરી શેર પણ કર્યો છે. વિડીયોને અંતે ખજુરભાઈ લોકોને જણાવે છે કે, ‘આપણે દરેકે પણ આપણી ગૌમાતાની હંમેશા સેવા કરવી જોઈએ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *