રામ રાખે તેને કોણ ચાખે! ભૂકંપના 149 કલાક બાદ કાટમાળમાંથી 35 વર્ષીય વ્યક્તિને જીવતો બહાર કાઢ્યો- જુઓ વિડીયો…

તુર્કી(Turkey) અને સીરિયા (Syria)માં આવેલા વિનાશક ભૂકંપ(Turkey Earthquake) પછી તમે ઘણી તસવીરો જોઈ હશે. દરેક ચિત્ર હૃદયને હચમચાવી નાખે તેવું છે. ચારે બાજુ લાશોના ઢગલા છે. હોસ્પિટલોમાં મૃતદેહો રાખવાની જગ્યા નથી. કોઈનો આખો પરિવાર છીનવાઈ ગયો છે તો કોઈ નિર્દોષ ઘરમાં એકલો પડી ગયો છે. વિશ્વના 100 થી વધુ દેશોએ બચાવકર્તા મોકલ્યા છે જેઓ કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે.

આ દરમિયાન અનેક ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે. એવામાં વધુ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં 149 કલાક બાદ કાટમાળમાંથી એક વ્યક્તિને જીવતો બહાર કાઢવામાં આવ્યો છે. આ ખરેખર એક ચમત્કાર છે, ઘણા દેશોની રેસ્ક્યુ ટીમોએ 100 કલાકથી વધુ સમયથી ફસાયેલા લોકોને બચાવ્યા છે. આ વ્યક્તિને જીવતી બચાવનાર રેસ્ક્યુ ટીમ રશિયા, કિર્ગિસ્તાન અને બેલારુસની છે. હજુ પણ બચાવ ટુકડીઓ વધુને વધુ લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.

આવી સ્થિતિમાં અનેક ચમત્કારિક બચાવોના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. જેમાં કાટમાળ નીચે દટાયેલા 35 વર્ષીય મુસ્તફા સેરીગુલને 149 કલાક બાદ બચાવી લેવામાં આવ્યો હતો. તે એપિલેપ્સીથી પીડિત છે. પીડિતને બચાવ્યા બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ સિવાય હજુ એક મહિલાને શુક્રવારના રોજ 104 કલાક બાદ બચાવકર્મીઓએ ધરાશાયી થયેલી ઈમારતના કાટમાળમાંથી જીવતી બહાર કાઢી હતી.

આ ઉપરાંત હજુ એક વિડીયો પણ ખુબ જ વાયરલ થયો હતો. જેમાં માત્ર બે મહિનાનું બાળક 128 કલાક કાટમાળમાં પડ્યા બાદ બહાર જીવતું મળી આવ્યું હતું. સાથે જ જાણવા મળ્યું છે કે, ભૂકંપના ચાર દિવસ પછી, બચાવકર્મીઓએ 17 વર્ષીય અદનાન મુહમ્મદ કોરકુટને ગાઝિયનટેપમાં એક બિલ્ડિંગમાંથી જીવતો બહાર કાઢ્યો હતો. તે 94 કલાક સુધી કાટમાળ નીચે દટાયેલો રહ્યો અને પોતાનો જ પેશાબ પીને બચી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *