હવે આ જ જોવાનું બાકી હતું! મહિલાએ બેડરૂમનો દરવાજો ખોલ્યો ને સામે બેડ પર 6 ફૂટ લાંબો…

બેડરૂમમાં પ્રવેશતા જ મહિલાના હોશ ઉડી ગયા. તેણે તેના બેડ પર એક ઝેરીલો સાપ જોયો. આ સાપ લગભગ 6 ફૂટ લાંબો હતો. મહિલા બેડશીટ બદલવા જઈ રહી હતી. તે દરમ્યાન તેણે એક સાપ જોયો. આ પછી તેણે તરત જ રેસ્ક્યુ ટીમને બોલાવી હતી. આ સમગ્ર ઘટના ઓસ્ટ્રેલિયામાં બની છે.

સીબીએસ ન્યૂઝ અનુસાર, સોમવારે ક્વીન્સલેન્ડમાં એક મહિલા તેના પલંગમાં 6 ફૂટ લાંબા ઈસ્ટર્ન બ્રાઉન સાપને જોઈને ડરી ગઈ હતી. તે ચાદર બદલવા રૂમમાં ગઈ પણ ત્યાં સાપ હાજર હતો. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

પલંગ પર એક અત્યંત ઝેરી સાપને જોઈને મહિલા ત્યાંથી ભાગી ગઈ. તેણે ઝડપથી બેડરૂમનો દરવાજો બંધ કર્યો અને પછી સાપ પકડનારને બોલાવ્યો. ઘટનાસ્થળે પહોંચેલા ઝાચેરીના સ્નેક એન્ડ રેપ્ટાઈલ રિલોકેશનના માલિક રિચર્ડ્સે કહ્યું કે, જ્યારે હું ઘટનાસ્થળે પહોંચ્યો તો મેં જોયું કે, મહિલા મારી રાહ જોઈ રહી હતી. હું બેડરૂમની અંદર ગયો જ્યાં સાપ હતો. તે પલંગ પર પડેલો હતો અને મારી સામે જોઈ રહ્યો હતો.

રિચાર્ડસે તેના ફેસબુક પર પૂર્વીય બ્રાઉન સાપની તસવીરો પોસ્ટ કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, આજે રાત્રે તમારા બેડને ધ્યાનથી જુઓ. હાલ આ સાપને સુરક્ષિત રીતે અન્ય સ્થળે ખસેડવામાં આવ્યો છે. રિચર્ડ્સ કહે છે કે, ગરમીથી બચવા માટે સાપ ખુલ્લા દરવાજામાંથી પ્રવેશ્યો હોવો જોઈએ. તેણે કહ્યું કે, જો તમે આવો સાપ જુઓ તો તેને એકલો છોડી દો. ત્યાંથી બહાર નીકળો અને બચાવ ટીમને તરત જ બોલાવો.

તમને જણાવી દઈએ કે, ઈસ્ટર્ન બ્રાઉન સાપ ઓસ્ટ્રેલિયાનો બીજો સૌથી ઝેરી લેન્ડ સ્નેક છે. તેઓ ખૂબ જ સક્રિય છે. તેના ઝેરમાં ન્યુરોટોક્સિન હોય છે. જ્યારે તે કોઈને કરડે છે, ત્યારે તે પીડિતના હૃદય, ફેફસાં અને ડાયાફ્રેમમાં ચેતાને લકવાગ્રસ્ત કરે છે, જેના કારણે તેને ગૂંગળામણ અનુભવાય છે. અંતે, તે મરી પણ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *