ગુજરાત(Gujarat): ગત રોજ સુરત મહાનગરપાલિકા(SMC)ની સામાન્ય સભા શરૂ થઈ હતી અને આખો દિવસ ચાલી હતી.અલગ અલગ મુદ્દાઓને લઈને અલગ કોર્પોરેટરો દ્વારા ચર્ચા દરમિયાન પોતાની વાત મુકવામાં આવી હતી. મહત્વનું છે કે, આ સુરત(Surat) મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બજેટ ચર્ચા બે દિવસ ચાલતી હોય છે તેમાં ચા નાસ્તા ભોજન પણ આપવામાં આવતું હોય છે પરંતુ વિપક્ષી એટલે કે AAPના સભ્યો દ્વારા ભોજનનો બહિષ્કાર કરીને ઘરેથી ટિફિન લાવી એક સાથે ભોજન કરતા જોવા મળ્યા હતા.
સુરત મહાનગરપાલિકામાં બજેટ ચર્ચા દરમિયાન ઉઠ્યો રામ મંદિરનો મુદ્દો:-
વિપક્ષી AAP કોર્પોરેટર પાયલ સાકરીયાએ બજેટ ચર્ચા દરમિયાન મહેકમથી મંદિરને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.તેમની રજૂઆતો દરમિયાન વિપક્ષી સભ્યોની સાથે સાથે શાસક સભ્યો પણ શાંતિથી ખુબ રસ પૂર્વક સાંભળી રહ્યા હતા. પાયલ સાકરીયા પોતાની રજૂઆતો દરમિયાન મંદિરો માં સંપૂર્ણ વેરા માફીની માંગ કરી હતી અને તેમને દોહરાવ્યું પણ હતું કે, ગત બજેટમાં પણ તેમણે મંદિરોના વેરા માફી માટે માંગ કરી હતી અને આ બજેટ માં પણ ફરી રજુઆત કરે છે.
વધુમાં કહે છે કે, તેમજ શાળાઓમાં જેમ ભગવાનના મંદિર હોય છે તેમ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી મુગલીસરાઈમાં ભગવાન રામનું મંદિર બનાવવા માટે માંગ કરી હતી. જે બાદ ભાજપ અને આપના સભ્ય વચ્ચે ભારે ઉહાપોહ થયો હતો. ત્યારે શાસક પક્ષના એક સભ્ય દ્વારા રામ મંદિર બનાવે ત્યારે બીજા લોકો વિરોધ કરે ત્યારે જવાબદારી વિપક્ષ લેશે તેવું કેતા વિપક્ષી સભ્યએ કહ્યું કે, અત્યારે દરગાહ છે તેની જવાબદારી શાસક પક્ષે લીધી છે?
મહત્વનું છે કે, સામાન્ય સભા દરમિયાન અલ્પેશ કથીરિયાની પ્રેક્ષક ગેલેરીમાંથી ઊંચકી ને માર્સલો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા તેમજ વિપક્ષી સભ્ય કનું ગેડિયાને સભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આખરે વિપક્ષી સભ્યોને પૂરતો સમય બોલવા ન દેવાતા વિપક્ષે રાત્રે 11 વાગ્યે સભાનો બહિષ્કાર કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.