‘ભગવાન રામને અલ્લાહે મોકલ્યા છે’ મુસ્લિમ નેતા ફારુક અબ્દુલ્લાના વિવાદિત નિવેદનથી લોકોમાં ફફડાટ- જુઓ વિડીયો

જમ્મુ અને કાશ્મીર(Jammu-Kashmir)ના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સ(NC)ના પ્રમુખ ફારૂક અબ્દુલ્લા(Farooq Abdullah)એ ગુરુવારે ભારતીય જનતા પાર્ટી(BJP) પર નિશાન સાધતા કહ્યું કે, પાર્ટી માત્ર સત્તામાં રહેવા…

જમ્મુ અને કાશ્મીર(Jammu-Kashmir)ના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સ(NC)ના પ્રમુખ ફારૂક અબ્દુલ્લા(Farooq Abdullah)એ ગુરુવારે ભારતીય જનતા પાર્ટી(BJP) પર નિશાન સાધતા કહ્યું કે, પાર્ટી માત્ર સત્તામાં રહેવા માટે રામ(Ram)ના નામનો ઉપયોગ કરે છે, પરંતુ રામ માત્ર હિન્દુઓના ભગવાન નથી. ભગવાન રામ દરેકના છે, પછી તે મુસ્લિમ(Muslim) હોય કે ખ્રિસ્તી(Christian), અમેરિકન હોય કે રશિયન…

ઉધમપુરમાં પેન્થર્સ પાર્ટી દ્વારા આયોજિત રેલીમાં ફારુક અબ્દુલ્લાએ કહ્યું, તેમણે કહ્યું કે ભગવાન રામને અલ્લાહે મોકલ્યા છે. રામ માત્ર હિન્દુઓના ભગવાન નથી. કૃપા કરીને તમારા મનમાંથી આ ખ્યાલ દૂર કરો. ભગવાન રામ એ તમામ લોકોના ભગવાન છે જેઓ તેમનામાં આસ્થા ધરાવે છે, પછી ભલે તે મુસ્લિમ હોય કે ખ્રિસ્તી, અમેરિકન હોય કે રશિયન હોય.

એનસી ચીફે કહ્યું, “જે લોકો તમારી પાસે આવીને કહે છે કે અમે જ રામના ભક્ત છીએ તે મૂર્ખ છે. તેઓ રામને વેચવા માંગે છે પરંતુ તેઓ રામને પ્રેમ કરતા નથી. તેઓ કોઈપણ કિંમતે સત્તામાં રહેવા માંગે છે.

તેમણે વધુમાં જણાવતા કહ્યું, “મને લાગે છે કે જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાત થશે, ત્યારે તેઓ સામાન્ય માણસનું ધ્યાન હટાવવા માટે રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે,”

બિન-ભાજપ પક્ષો વચ્ચે એકતાના મુદ્દે અબ્દુલ્લાએ કહ્યું, “અમારી એકતામાં કોઈ અડચણ નહીં આવે. કોંગ્રેસ હોય, એનસી હોય કે પેન્થર્સ પાર્ટી હોય. અમે લોકો માટે લડીશું અને મરીશું. પરંતુ આપણે બધા એકજૂટ રહીશું.”

ફારુક અબ્દુલ્લાએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર સવાલ ઉઠાવ્યા અને લોકોને તેના ઉપયોગ અંગે સાવચેત રહેવા કહ્યું. તેમણે કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી પહેલા ધાર્મિક ધ્રુવીકરણના પ્રયાસો સામે લોકોને ચેતવણી પણ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *