વિકાસશીલ સરકારમાં ગુજરાતનું દેવું 4 લાખ કરોડને પાર- દરેક ગુજરાતીના માથે 63 હજારનું દેવું

ગુજરાત(Gujarat): દેવું ઓછું કરવું તો ઓછું કરવું કેમ? ગુજરાતની વિકાસશીલ સરકારમાં વિકાસના નામે દેવું સતત વધી રહ્યું છે. છેલ્લા એક વર્ષની વાત કરવામાં આવે તો દેવામાં 24 હજાર કરોડનો વધારો થવા પામ્યો છે. હવે સ્થિતિ એવી છે કે, સરકારના બજેટ કરતાંય જાહેર દેવું દોઢ લાખ કરોડ વધી જવા પામ્યું છે. જો ગુજરાત સરકાર માત્ર વ્યાજ ચૂકવવાનો નિર્ણય કરે તો પણ દોઢ વર્ષ જેટલો સમય લાગે. જો વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ની સરકાર પણ વિકાસના નામે સતત દેવું વધારી રહી છે. ગુજરાત સરકારનું દેવું રૂપિયા 4 લાખ કરોડને પાર થઈ ગયું છે. હવે દરેક ગુજરાતીના માથે રૂપિયા 63 હજારનું દેવું પહોંચી ગયું છે. ભલે નાનું બાળક હોય કે સીનિયર સીટિઝન પણ ગુજરાતીઓ માથે વિકાસના નામે દેવાનો બોજ સતત વધી રહ્યો છે.

મહત્વનું છે કે, ગુજરાતની પ્રજા એવું પણ કહી રહી છે કે 157 સીટો જીતાડી છે, તો દેવું તો સરકાર માથે આપવાની જ છે. ગુજરાતની વિકાસશીલ ગણાતી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પણ દેવું વધી રહ્યું છે. વાત કરવામાં આવે તો, ગુજરાત સરકારના બજેટ કરતાં પણ દેવું રોકેટ ગતિએ જ આગળ વધી રહ્યું છે. છેલ્લાં એક જ વર્ષમાં જાહેર દેવું દોઢેક લાખ કરોડ વધું છે જે ખુબ જ ચિંતાજનક કહી શકાય. ગુજરાત સરકારના જાહેર દેવામાં રૂપિયા 24,051 કરોડનો વધારો થયો છે.

જો વાત કરવામાં આવે તો, હાલમાં ગુજરાતના બજેટ કરતાં પણ દેવાનો આંકડો ખુબ જ ઉંચો છે. સમ્રગ દેશમાં ગુજરાત એ દેવામાં 7માં ક્રમાંકનું રાજ્ય છે. વિકાસ માટે રૂપિયા જોઈએ અને એ માટે દેવું કરવું પડે એ યોગ્ય કહી શકાય પણ તેની સામે દેવું ભરપાઈ કરવાનું યોગ્ય આયોજન પણ એટલું જ જરૂરી છે. અર્થશાસ્ત્રીઓના મત મુજબ, જો આ જ પરિસ્થિતી રહી તો ગુજરાતમાં નાગરિકોએ દેવાના ભાર તળે જીવવુ પડશે તેમાં કોઈ નવાઈ નહી. વર્ષ 1996માં ગુજરાત સરકારનું દેવું 14,800 કરોડ હતું ત્યારે હવે તે વર્ષ 2022માં વધીને 4.02 લાખ કરોડે પહોંચી જવા પામ્યું છે.

છેલ્લા ત્રણેક વર્ષની વાત કરવામાં આવે તો ગુજરાત સરકારના જાહેર દેવામાં 9.42 ટકાનો વધારો થયો છે. વર્ષ 2020-21માં ગુજરાત સરકારનું જાહેર દેવું 3.29 લાખ કરોડ હતું, જે 2022-23માં વધીને 4,02,785 કરોડે પહોંચી ગયું છે. જાહેર દેવામાં આખાય દેશમાં ગુજરાત સાતમા ક્રમે રહ્યું છે, સરકારની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સરકાર કેમ દેવું કરી રહી છે એ એક સૌથી મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે. વિકાસશીલ સરકાર પ્રગતિ કરી રહી છે તો આવક સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. દેવું કરીને વિકાસ કરવો એ અધોગતિની નિશાની કહી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *