ગુજરાત(Gujarat): સામાન્ય રીતે જો વાત કરવામાં આવે તો મહાશિવરાત્રિ(Mahashivratri 2023) મહાપર્વના દિવસે ભગવાન શંકર અને પાર્વતી માતાજીનું મિલન થયું હોવાથી સનાતન હિન્દુ સંસ્કૃતિ(Hindu culture)માં કોઈ લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવતું નથી. પરંતુ ગોધરા(Godhra)ના એક શિવ ભક્ત યુવક રિષભ પટેલે પોતાના લગ્નનું શિવરાત્રીના દિવસે જ અનોખું આયોજન કરી પોતાની શિવ ભક્તિને લોકો સમક્ષ ઉજાગર કરી હતી. જણાવી દઈએ કે, રિષભ પટેલ વરઘોડામાં પણ શિવ વેશભૂષા સાથે જ વાજતે ગાજતે નીકળ્યો હતો અને ટાયર પછી લગ્નવિધિ પણ અંકલેશ્વર મહાદેવ(Ankleshwar Mahadev) મંદિરમાં જ સંપન્ન કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, ગોધરા સમાજમાં રહેતો કાછીયા સમાજનો યુવક રિષભ પટેલ ઘણા વર્ષોથી શિવ ભક્તિમાં લીન છે. માત્ર આટલું જ નહી પણ રિષભ અને તેના સાથી મિત્રો પણ અચૂક શિવરાત્રી પર્વ દરમિયાન ગોધરાના અંકલેશ્વર મહાદેવ મંદિરમાં ખાસ સુશોભન સાથે મંદિરમાં જુદા જુદા પ્રકારની થીમ તૈયાર કરી દર્શનાર્થીઓને અનેરા દર્શનનો લ્હાવો પૂરો પાડવાનો તમામ પ્રયાસ કરે છે.
અત્ર ઉલ્લેખનીય છે કે, રિષભ પટેલ હિન્દુ સમાજને લગતી પ્રવૃત્તિઓની માનસિકતા પણ ધરાવે છે. રિષભ પટેલની જીવનશૈલી પણ અન્ય યુવકોની સરખામણીએ થોડી અલગ છે રિષભ પોતાના લાંબા વાળ અને દાઢી સાથે કપાળમાં તિલક લગાવેલા હંમેશા માટે જોવા મળતો હોય છે.
જો વાત કરવામાં આવે તો રિષભ પટેલે પોતાની પસંદગી અનુસાર, યુવતીની પસંદગી કરી હતી. માત્ર એટલું જ નહી તે પણ રિષભની શિવ ભક્તિમય માનસિકતા સાથે જોડાઈ ગઈ હતી અને તેના સાચા સાથી સ્વરૂપમાં જિંદગીભર સાથ આપવાનું નક્કી કર્યુ હતું.
ત્યારે રિષભ પણ તેના સ્વજનોને શિવરાત્રીના દિવસ દરમિયાન પોતે લગ્ન કરશે તેમ જણાવી દીધું હતું અને ત્યાર બાદ લગ્નનું આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે, રિષભે લગ્ન પણ ગોધરાના અંકલેશ્વર મહાદેવ મંદિર ખાતે જ કરવા માટે મંદિરને સુશોભન કરી સજાવી દીધું હતું અને પછી લગ્ન કર્યા હતા.
શિવરાત્રીની સંધ્યાએ વાજતે ગાજતે ઢોલ નગારા અને ડીજેના તાલે રિષભનો વરઘોડો ગોધરા શહેરમાં ભવ્ય રીતે નીકળ્યો હતો.
આ દરમિયાન રિષભ પટેલ શિવ વેશભૂષા સાથે હાથમાં ત્રિશૂળ ધારણ કર્યું હતું અને વરઘોડામાં નીકળ્યો હતો.
મહત્વનું છે કે, આ રિષભના વરઘોડામાં સાધુ બાવાઓ પણ જોડાયા હતા જેથી રિષભનો વરઘોડો ગોધરા શહેરમાં લોકો મારે એક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, વરઘોડામાં પણ શિવભક્તિમય ગીતો અને ભજનોની રમઝટ વચ્ચે સમગ્ર વિસ્તાર શિવમય બની ગયો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને આ વરઘોડો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.