ભૂકંપ (Earthquake): રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકાઓ યથાવત આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં આવેલા અમરેલી અને કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. ત્યારે આજે સવારે ફરી એકવાર કચ્છમાં ધરતીકંપ આવ્યો હતો. ત્યારે ગઈકાલે મોડી રાત્રે અમરેલી પંથકમાં પણ ધરતીકંપ આવ્યો હતો.
જયારે લોકોને આ ભૂકંપના આંચકાનો અનુભવ થયો ત્યારે તરતજ લોકો પોતપોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. ફરી એકવાર કચ્છમાં ભૂકંપ આવ્યો છે. મળેલી માહિતી અનુસાર સવારે લગભગ 10 વાગ્યા આસપાસ કચ્છમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો.
મળેલી માહિતી અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.8 નોંધાઈ છે. લખપતથી 62 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું નોંધાયું છે. હજી સુધી આ આંચકાથી કોઈ જાનહાનિના સમાચાર નોધાય નથી. અમરેલી અને સાવરકુંડલા પંથકમાં છેલ્લા ઘણાં સમયથી ભૂકંપના હળવા આંચકા આવતા રહે છે.
અમરેલીના મીતીયાળામાં ગઈકાલે મધરાત્રે આવેલા ભૂકંપના CCTV પણ સામે આવ્યા છે. રિક્ટેર સ્કેલ પર ગઈકાલે રાત્રે આવેલ ભૂકંપની તીવ્રતા 3.3ની નોંધાઈ છે. ત્યારે ખાંભાના વાંકિયામાં આવેલા ભૂકંપના CCTV વાયરલ થઈ રહ્યા છે. વાંકીયામાં આવેલા રહેણાંક વિસ્તારમાં આવેલા ભૂકંપના CCTV સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ રહ્યા છે.
ફરી એક વાર અમરેલીના મીતીયાળામાં ભૂકંપનો આંચકો આવ્યો છે. ગઈકાલે મધરાત્રે 1.42 વાગ્યે ભૂકંપની ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે પુષ્ટિ કરી છે. છેલ્લા કેટલાક દિવસથી અમરેલી પંથકમાં ભૂકંપના આંચકાઓ સતત વધી રહ્યા છે. રાત્રિના સમયે આવેલા ભૂકંપની રિક્ટેર સ્કેલ પર 3.3ની તીવ્રતા નોંધાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.