દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા અને આરોગ્ય મંત્રી સત્યૈંદ્ર જૈનનું રાજીનામુ

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા(Manish Sisodia) અને આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને(Health Minister Satyendra Jain) મંગળવારે રાજીનામું આપી દીધું હતું. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સ્વાસ્થ્ય મંત્રી સતેન્દ્ર જૈને મંગળવારે રાજીનામું આપી દીધું છે. સિસોદિયા કથિત એક્સાઈઝ કૌભાંડના સંબંધમાં પાંચ દિવસના સીબીઆઈ રિમાન્ડ પર છે, જ્યારે આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન પહેલેથી જ મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે.

મનીષ સિસોદિયાની રવિવારે CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને સોમવારે કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં સફળ રહ્યા હતા. મંગળવારે સિસોદિયા CBIની આ કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, પરંતુ ત્યાંથી તેમને રાહત ન મળી. કોર્ટે તેને હાઈકોર્ટમાં જવાની સલાહ આપી.

જસ્ટિસ પીએસ નરસિમ્હાએ કહ્યું કે, મામલો દિલ્હીમાં છે તેનો અર્થ એ નથી કે, તમારે સીધો સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવો જોઈએ. તેમણે કહ્યું કે નાયબ મુખ્યમંત્રી સિસોદિયા પાસે તેમના જામીન અંગે ઘણા વિકલ્પો છે. તેણે દિલ્હી હાઈકોર્ટમાં જવું જોઈએ. અમે આ મામલે હસ્તક્ષેપ કરી શકીએ નહીં.

બીજી તરફ સુત્રોના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટી હવે સુપ્રીમ કોર્ટની સલાહ પર આ મામલાને હાઈકોર્ટમાં લઈ જશે. પક્ષે કહ્યું કે અમે કોર્ટનું સન્માન કરીએ છીએ.

બીજેપી ચલાવશે પ્રચાર, દિલ્હીના દારૂ કૌભાંડની આપશે માહિતી
દિલ્હી સરકારના કથિત દારૂ કૌભાંડની માહિતી આપવા માટે ભાજપ રાજધાનીના દરેક ઘરનો દરવાજો ખખડાવશે. બીજેપી કાર્યકર્તાઓ દિલ્હીના દરેક બૂથમાં દરેક ઘરે પહોંચીને નવી દારૂની નીતિમાં થયેલી ગેરરીતિઓ વિશે માહિતી આપશે. તેની વિગતવાર યોજના આજે દિલ્હી પ્રદેશ ભાજપના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં નક્કી કરવામાં આવશે.

CBIએ આ મુદ્દાઓ પર સિસોદિયાને સવાલ પૂછ્યા હતા
CBIને જાણવા મળ્યું હતું કે ‘સાઉથ લોબી’ના કહેવા પર નવી એક્સાઈઝ પોલિસીમાં દારૂના જથ્થાબંધ વેપારીઓની નફાની મર્યાદા પાંચ ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવી હતી. ‘સાઉથ લોબી’ એ રાજકારણીઓ અને દારૂના ધંધાર્થીઓનું એક જૂથ છે જેમણે કથિત રીતે તેમની તરફેણમાં નીતિ મેળવી હતી. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પ્રધાનોના જૂથે નફાના માર્જિનને પાંચ ટકા સુધી મર્યાદિત કરવાની વાત કરી હતી, જે ડ્રાફ્ટ પોલિસીનો સાર પણ હતો.

એવો આરોપ છે કે, એક્સપર્ટ કમિટીના સમર્થનમાં મંત્રી પરિષદ માટે અગાઉની નોંધ છુપાવીને વ્યવસ્થિત રીતે મંત્રીઓના જૂથની રચના કરીને એક્સાઇઝ પોલિસી પરની નિષ્ણાત સમિતિના અહેવાલને સંપૂર્ણપણે બદલી નાખવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, સિસોદિયાને આ મુદ્દાઓથી સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *