Surat / પિતાના ખોળામાં બેસેલી બાળકીને આંબી ગયો કાળ- અચાનક ટ્રેક્ટર માંથી નીચે પડી અને ટાયરે છુંદી નાખી

Surat (સુરત): ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેર માંથી વધુ એક દુ:ખત ઘટના સામે આવી છે. સુરતમાં આવેલા સરથાણા વિસ્તારમાં ચાલુ ટ્રેક્ટરમાંથી બે વર્ષની માસુમ નીચે પડી અને બાળકી ટાયર નીચે કચડાય ગઈ હતી. આ ઘટનામાં બાળકીનું કરુણ મોત નિપજ્યું છે.

આ બાળકી ડ્રાઈવિંગ કરતી વખતે પિતાના ખોળામાં બેઠી હતી. એ જ સમયે અચાનક બાળકી નીચે પડી અને ત્યારે જ ટ્રેક્ટરનું ટાયર બાળકીના માથા પરથી ફરી વળ્યું અને બે વર્ષની માસુમ બાળકીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યુ હતું.

જયારે આ બનાવની જાણ પોલીસને થઇ ત્યારે સરથાણા પોલીસ તરતજ ઘટનાસ્થળે પહોચી હતી. પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી હતી. જયારે આ ઘટના વિષે બાળકીની માટે ખબર પડી ત્યારે માતા ની હાલત રડી-રડીને ખુબજ ખરાબ થઇ ગઈ હતી.

માતાને 108માં સારવાર આપવામાં અવી હતી. મળેલી માહિતી અનુસાર સુરતમાં આવેલા સરથાણા વિસ્તારમાં એક મકાનનું કામ ચાલી રહ્યું હતું અને આ બાળકી તેના પરિવાર સાથે ત્યાં જ હતી. બાળકીનો પરિવાર ત્યાં મંજુરી કામ કરી રહ્યા હતા તેવું જાણવા મળી રહ્યું છે.

બે વર્ષની દીકરી તેના પિતાના ખોળામાં બેથી હતી અને ત્યારેજ અચાનક તે નીચે પડી ગઈ હતી, પિતા કાઈ સમજે કે કાઈ કરે તે પહેલા જ દીકરીના માથા પરથી ટ્રેક્ટરનું ટાયર ફરી વળ્યું હતું. આ ઘટનામાં બે વર્ષની માસુમનું ઘટના સ્થળેજ કરુણ મોત થયું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક છવાય ગયો છે. હાલ Surat પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *