વાયરલ(Viral): ઈન્ટરનેટની આ દુનિયામાં સોશિયલ મીડિયા(Social media) પર અવારનવાર અનેક વિડીયો વાયરલ(Viral video) થતા રહેતા હોય છે. ત્યારે હાલમાં આવો જ એક વિડીયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ પોતાના જીવની ચિંતા કરતા વગર જ એક બેજુબાન પક્ષી(Bird Save video)ને બચાવતો જોવા મળે છે. હાલમાં લોકો પણ આ વ્યક્તિના સરાહનીય કાર્યને બિરદાવી રહ્યા છે.
View this post on Instagram
મહત્વનું છે કે, ઘણીવાર બેજુબાન પક્ષીઓ આકાશમાં ઉંચે ઉડતા જોવા મળે છે, પરંતુ ઘણી વખત તેઓ મનુષ્ય દ્વારા બનાવેલી વસ્તુઓમાં ફસાઈ જતા પણ જોવા મળે છે, જેના વિડીયો સોશિયલ મીડિયા પર દરરોજ જોવા મળે છે. હાલમાં જ એક એવો જ વિડીયો સામે આવ્યો છે, જેમાં એક કબૂતર ઈલેક્ટ્રીક ટ્રાન્સફોર્મરના વાયર પર ખરાબ રીતે ફસાઈ જાય છે, પરંતુ જો વાત કરવામાં આવે ને તો દુનિયામાં સારા લોકોની કોઈ કમી નથી, જેનું ઉદાહરણ વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક માણસ પોતાનો જીવ જોખમમાં મૂકીને કબૂતરનો જીવ બચાવી રહ્યો છે.
વિડીયોમાં એક કબૂતર ઈલેક્ટ્રીક ટ્રાન્સફોર્મરના વાયરમાં ફસાઈ જાય છે અને તે તડફડીયા મારતું જોવા મળે છે. કબૂતરની આવી હાલતમાં એક વ્યક્તિથી જોવાતી નથી અને તરત જ ટ્રાન્સફોર્મરના પોલ પર ચઢી જાય છે અને પોતાના હાથથી કબૂતરને બચાવવાનો પ્રયાસ કરવા લાગે છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, કબૂતરની પાંખ વાયરમાં ખરાબ રીતે ફસાઈ ગઈ છે, ત્યારે વ્યક્તિ પોતાનો જીવ જોખમમાં મુકીને આ કબૂતરને બચાવે છે અને નીચે લઇ આવે છે. આ પછી વ્યક્તિ કબૂતરને પાણી આપે છે. તમે જોશો કે થોડી વાર પછી કબૂતર પોતાની મેળે ઉડવા લાગે છે.
આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર hasya_di_pitari નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જે વિડીયોને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વિડીયો ક્યારે અને ક્યાં બની, તે અંગે હાલ કોઈ પુષ્ટિ થઈ નથી. આ વિડીયોને અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વિડીયો જોનારા યુઝર્સ તેના પર જુદી જુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ વ્યક્તિના આ પ્રકારના કાર્યના વખાણ કરતા થાકતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.