ગુજરાત(Gujarat): PM નરેન્દ્ર મોદી(Narendra Modi) ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ(Narendra Modi Stadium) ખાતે મેચ જોવા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ થોડા સમય પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર પહોચ્યા હતા. જ્યાં વડાપ્રધાનએ ભાજપ(BJP)ના પદાધિકારીઓ તેમજ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ તેમજ રાજ્યના ચીફ સેક્રેટરી કે.કૈલાશનાથન સહિતના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, શંકરસિંહ વાઘેલા(Shankersinh Vaghela) સાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક યોજી હતી. ગુજરાત આવ્યા બાદ સૌ પ્રથમ તેઓએ શંકરસિંહ વાઘેલા સાથે બેઠક કરી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. ત્યારે વડાપ્રધાનમ નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે 50 મિનિટથી પણ વધુ સમય સુધી બેઠક ચાલી હતી. ત્યારે બંને વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ત્યારે આ બાબતે શંકરસિંહ વાઘેલાએ જણાવતા કહ્યું હતું કે, આ એક ઔપચારિક મુલાકાત હતી. તેમજ તેઓનાં પુત્રના લગ્ન હોવાથી વડાપ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારના રોજ રાત્રે ગુજરાત આવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવન ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓને મળવા માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે એક કલાક સુધી લાંબી બેઠક ચાલી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમજ શંકરસિંહ વાઘેલાએ જુની વાતો થોડી તાજી કરી હતી.
સાથે જ શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાનને હિરા બા સાથેનાં એક ફોટાને ગોલ્ડ ફ્રેમમાં નરેન્દ્ર મોદીને ભેટ આપ્યો હતો. ત્યારે શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહનાં લગ્નનનો પ્રસંગ હોવાને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પત્રિકા આપી હતી. તેમજ નરેન્દ્ર મોદીને હાજર રહેવાનો આગ્રહ કર્યો હતો. તેમજ જૂની રાજકીય પરિસ્થિતિ અને અત્યારનુ પરિસ્થિતિની સામાન્ય ચર્ચા કર્યા પછી તેઓ પોતાનાં ઘરે જવા રવાના થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.