સુરતના આંગણે આકાર લઈ રહી છે 450 બેડની ભવ્ય હોસ્પિટલ, કિરણ જેમ્સના લખાણી બંધુઓએ આપ્યુ આટલા કરોડનું માતબર દાન

સુરત(Surat): સૂર્ય પુત્રી તાપી નદી(Tapi River)ના કાંઠે વસેલી કર્ણની ભૂમિ અને સોનાની નગરી સુરતમાં ભામાશા સમાન અનેક દાનવીરોના આર્થિક સહયોગથી સાકાર થયેલ અનેક પ્રકારના સેવાકીય પ્રકલ્પો હાલમાં કાર્યરત છે. જેમાં કોઈપણ ધર્મ જાતિ કે ઉચ-નિચના ભેદભાવ વિના શૈક્ષણિક આરોગ્ય અને સામાજિક સહિતના અનેક સેવા કાર્યો અવિરત પણે ચાલી રહ્યા છે. જેના પરિણામે હીરા નગરી સુરત હંમેશા અન્ય લોકો માટે પ્રેરણાદાયક ભામાશાઓની ભૂમિ તરીકે પણ પ્રખ્યાત છે.

જો વાત કરવામાં આવે તો શહેરના કતારગામ(Katargam) ખાતે વર્ષોથી કાર્યરત કિરણ હોસ્પિટલ(Kiran Hospital)માં પણ કિરણ જેમ્સ(Kiran Gems)ના વલ્લભભાઈ લખાણી(Vallabhbhai Lakhani) પરિવારનું માતબર દાન છે. કતારગામ ખાતે આવેલી કિરણ હોસ્પિટલમાં લાખો દર્દીઓ આધુનિક સારવાર મેળવીને રોગમુક્ત થયા છે. મહત્વનું છે કે કતારગામ ખાતે કિરણ હોસ્પિટલ કાર્યરત થયા બાદ આરોગ્યના ક્ષેત્રે પણ સુરતનો દબદબો વધવા પામ્યો છે.

હાલના સમયે સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય ટ્રસ્ટ દ્વારા વરાછા-ઉતરાણ ખાતે રૂપિયા 425 કરોડના ખર્ચે 450 બેડની અત્યંત આધુનિક સુવિધાઓથી સર્ચ હોસ્પિટલ અને નર્સિંગ કોલેજનું નિર્માણનું કાર્ય ખૂબ જ પુર જોશ અને ઝડપથી ચાલી રહ્યું છે. આ કિરણ હોસ્પિટલના નિર્માણ કાર્ય માટે કિરણ જેમ્સના વલ્લભભાઈ લખાણી અને લખાણી પરિવાર દ્વારા રૂપિયા 25 કરોડના દાનની મોટી જાહેરાત કરવામાં આવી છે.

આટલી મોટી દાનની રકમ આપનાર દાતાની મરજી મુજબ ગઈકાલે આ હોસ્પિટલને કિરણ હોસ્પિટલ-2 નામકરણ કરવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે તો આ હોસ્પિટલના નિર્માણ કાર્યમાં માતબર દાન આપવા બદલ કિરણ જેમ્સના વલ્લભભાઈ લખાણી તેમજ લઘુબંધુઓ બાબુભાઈ લખાણી, માવજીભાઈ લખાણી, દિનેશભાઈ લખાણી, રાજેશભાઈ લખાણી શહીદ સમગ્ર લખાણી પરિવારનો સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *