સુરતમાં સ્પાની આડમાં ધમધમી રહેલા કુટણખાનાનો થયો પર્દાફાશ- પોલીસ ત્રાટકતા 15 લલનાઓ એવી હાલતમાં…

ગુજરાત(Gujarat): રાજ્યમાં સ્પા(Spa)ની આડમાં ધમધમી રહેલા કુટણખાનાની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ હવે તેને લઈને પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે અને સ્પાની…

ગુજરાત(Gujarat): રાજ્યમાં સ્પા(Spa)ની આડમાં ધમધમી રહેલા કુટણખાનાની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ હવે તેને લઈને પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે અને સ્પાની આડમાં ધમધમી રહેલા કુંટણખાનાનો પર્દાફાશ કરવા લાગી છે. સુરત પોલીસ(Surat Police) દ્વારા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનીટ(Anti Human Trafficking Unit)ની રેડ કરવામાં આવી હતી જેમા મોટા પાયે ચાલી રહેલા દેહ વ્યાપારના વેપલાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

સુરત પોલીસ દ્વારા શહેરમાં ચાલી રહેલા સેક્સ રેકેટનો પર્દાફાશ કરવાની કાર્યવાહી ચાલુ છે. પોલીસની એક ટીમ સ્પા સેન્ટરની આડમાં ચાલતા ગેરકાયદે ધંધાઓની કમર તોડવામાં વ્યસ્ત છે. મંગળવારે, પોલીસે વેસુમાં આવેલ ભીમરાડ કેનાલ રોડ પરના એક શોપિંગ મોલમાં બે હોટલમાંથી કુટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. વેસુ કેનાલ રોડ પર સ્પાની અંદરથી 15 યુવતીઓને બચાવી લેવામાં આવી હતી.

ડમી ગ્રાહક દ્વારા બ્રોકરનો સંપર્ક
ક્રાઈમ બ્રાંચના પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, સ્ટાફના મહિલા યુનિટ દ્વારા બાતમીના આધારે ભીમરાડ કેનાલ રોડ સ્થિત માસીમો કોમ્પલેક્ષ સ્થિત હોટલ અનંતના એક રૂમમાં ડમી ગ્રાહક મોકલવામાં આવ્યો હતો. અહીં હાઇપ્રોફાઇલ યુવતીઓને સપ્લાય કરવાની માહિતી ડિટેક્ટિવ પાસેથી મળી હતી.

રાજુ નામના બ્રોકરનો ડમી ગ્રાહક દ્વારા સંપર્ક કરવામાં આવે છે. અહીં દિલ્હીની યુવતીને સાડા છ હજારની ઓફર કરીને હોટલ અનંતના એક રૂમમાં જવાનું કહ્યું હતું. જ્યારે પોલીસે છટકું ગોઠવ્યું અને હોટેલની શોધખોળ શરૂ કરી, ત્યારે કોલકાતાની એક છોકરી દિલ્હી સિવાય અન્ય રૂમમાં મળી આવી. પોલીસે આ ગ્રાહકની ધરપકડ કરી દલાલ રાજુને વોન્ટેડ જાહેર કર્યો હતો.

માત્ર છોકરીઓને સપ્લાય કરતું હતું હોટેલ મેનેજમેન્ટ 
ભીમરાડ કેનાલ રોડ પર એટલાન્ટા શોપિંગ સેન્ટરમાં હોટેલ ગોલ્ડમાં રહેતા એક શખ્સને હોટલ મેનેજમેન્ટ દ્વારા જ યુવતીઓ સપ્લાય કરવામાં આવતી હતી. આ માહિતી વચ્ચે અલથાણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. અહીં પણ પોલીસે એક યુવકને રહેવા મોકલ્યો હતો. હોટેલે રૂમ માટે 1500 રૂપિયા અને છોકરીને આપવા માટે 1500 રૂપિયા લીધા હતા. યુવતી પહોંચતા જ પોલીસે દરોડો પાડી કર્મચારી ધર્મરાજ કૈલાસ મોહંમદની ધરપકડ કરી હતી.

ભોજપુરના કમલેશ મહેશ સિંહ આ હોટલ ચલાવે છે. તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે વેસુ કેનાલ રોડ પર મહાલક્ષ્મી ડ્રીમ ખાતે કિયા સ્પામાં દરોડો પાડ્યા હતા. અહીં 13 છોકરીઓને દેહવ્યાપારમાં ધકેલવામાં આવતી હતી. મેનેજર અનુરાગ કૃષ્ણકુમાર તિવારીની ધરપકડ કરવામાં આવી હતી. આ મેનેજર ગ્રાહકો પાસેથી 500 રૂપિયા લેતો હતો. દલાલોને 300 રૂપિયા આપતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *