જૈન દંપતી(Jain couple)નું રહસ્યમય સંજોગોમાં મોત થતા ચકચાર મચી જવા પામી છે. જો વાત કરવામાં આવે તો મુંબઈ(Mumbai)ના ઘાટકોપર-ઈસ્ટ(Ghatkopar-East)માં કુકરેજા ઇમારતમાં રહેતા એક યુવાન દંપતીનો ધુળેટીના તહેવારની ઉજવણી ર્ક્યાં બાદ તેમના ફ્લેટના બાથરૂમમાંથી તેમના મૃતદેહ મળી આવ્યા હતા. જૈન દંપતીના મોતનું રહસ્ય હજુ પણ ઉકેલાયું નથી. યુવાન દંપતીએ ગેસ ગીઝરનો ઉપયોગ કર્યો હતો કે કોઇ અન્ય કારણોથી તેમનું મોત થયું છે, એ તમામ એન્ગલથી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર, મુંબઈના ઘાટકોપર હાઈરાઈઝ ઈમારતની જી વીંગના 501 નંબરના ફ્લેટમાં રહેતા 45 વર્ષના દિપક શાહ અને તેમની 39 વર્ષની પત્ની ટીના શાહ બુધવારના રોજ તેમના ફ્લેટના બાથરૂમમાં દંપતીના મૃતદેહ રહસ્યમય સંજોગોમાં મળી આવ્યા હતા. પંત નગર પોલીસે જણાવતા કહ્યું હતું કે, મંગળવારના રોજ શાહ દંપતી ધુળેટીનો તહેવાર ઉજવીને બપોરે તેમના ફલેટમાં પાછા ર્ફ્યાં હતા.
મહત્વનું છે કે, આ ઘટના તો ત્યારે પ્રકાશમાં આવી જયારે આ દંપતીની નોકરાણી બુધવારના રોજ સવારે તેમના નિવાસે દરરોજની જેમ આવી હતી. તેણીએ ઘણી વાર દરવાજાની ઘંટડી વગાડી હતી પરંતુ કોઈએ અંદરથી જવાબ આપ્યો ન હતો. ત્યાર પછી નોકરાણીએ દીપકની માતાને ફોન કર્યો હતો, જેણે નજીકમાં રહેતા સંબંધીનો મોબાઈલ ફોન નંબર આપ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, સંબંધીએ આવીને વધારાની ચાવી વડે દરવાજો ખોલ્યો હતો. ઘરની અંદર કંઈપણ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી, પરંતુ સંબંધીને બાથરૂમમાં ફુવારો શરુ જોવા મળ્યો અને તે બંને બાથરૂમની અંદર નગ્ન અવસ્થામાં જમીન પર પડેલા જોવા મળ્યા હતા.
શરીર પર કોઈ નિશાન જોવા મળ્યા નથી:
પોલીસ દ્વારા પંચનામા કરી બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજાવાડી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, દંપતીના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થશે કે બન્નેનું મૃત્યુ કેવી રીતે થયું છે. આ દરમિયાન, આ પતિ-પત્નીના શરીર પર કોઈપણ પ્રકારના નિશાન જોવા મળ્યા નથી. જેથી તેનું મોત કેવી રીતે થયું હશે તે અંગે અનેક તર્કવિતર્કો શરુ થઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.