મોબાઈલની જીદે ચડેલી 10 વર્ષની બાળકી ઘર છોડી ભાગી ગઈ, નરાધમે હોટલમાં રૂમ આપવાને બહાને પીંખી નાખી

દુષ્કર્માની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. ભારત દેશમાં મહિલાઓ અને દીકરીઓ ક્યારે સુરક્ષિત થશે તેની કોઈ જાણ નથી. દિવસે ને દિવસે આવી હેવાનિયત ભરી ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આપણા દેશની દીકરીઓ અને મહિલાઓ સુરક્ષિત નથી. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે.

ઘોરણ 5માં અભ્યાસ કરતી સગીરા પર દુષ્કર્મ કર્યો હોવાની ઘટના સામે આવી છે. સગીરાને પિતાએ મોબાઇલ લઇ દેવાની ના પાડતા સગીરા ઘર છોડીને રાત્રીનાં સમયે નિકળી ગઇ હતી. ત્યારે રાજકોટની નામાંકિત હોટલ કે.કે.નાં એક કર્મચારી સગીરાને તિલક હોટલમાં લઇ ગયો અને સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ગાંધીગ્રામ પોલીસમાં આ અંગે ફરીયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને જેલ હવાલે કર્યો છે.

મળેલી માહિતી અનુસાર આરોપીનું નામ ગૌતમ ચુડાસમા છે. ગૌતમ પર આરોપ લગાવામાં આવ્યો છે કે, તેણે 10 વર્ષની સગીરાને હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. નિર્મલા રોડ પર રહેતા એક શ્રીમંત પરિવારની દીકરીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. પોલીસનાં કહ્યા અનુસાર, સગીરાનાં પિતાએ મોટાભાઈને મોબાઈલ અને લેપટોપ લઈ આપ્યું હતું. ત્યારે સગીરાએ પણ મોબાઈલ લેવાની જીદ પકડી હતી. પિતાએ ના પાડતા સગીરા મોડીરાત્રે ઘરમાંથી એકટીવા અને પિતાનો ફોન લઈને નીકળી ગઇ હતી.

ધોરણ 5માં અભ્યાસ કરતી આ બાળકી ઘરેથી નીકળીને રેસકોર્ષ રીંગ રોડ પર ચક્કર લગાવ્યા બાદ કાલાવડ રોડ પર આવેલી કે.કે.હોટલમાં રૂમ બુકીંગ કરવા માટે પ્રયાસ કર્યા હતાં. ત્યારે હોટલના મેનેજરે રૂમ આપવાની ના પાડી દીધી હતી. કે.કે.હોટલના કર્મચારી ગૌતમ ચુડાસમા સગીરાને ઓળખતો હતો. તેથી તેને અન્ય હોટલમાં રૂમ અપાવશે તેમ કહીને લાલચ આપી અને સગીરાને માલવીયા ચોકમાં આવેલી તીલક હોટલમાં લઇ ગયો અને ત્યાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

પોતાની સાથે અજુગતું થયાની વાતથી અજાણ 10 વર્ષની સગીરા વહેલી સવારે ફોનમાં માસી સાથે ચેટ કરતા માસીએ ફોસલાવીને પોતાના ઘરે બોલાવી લીધી હતી. અને ત્યાર બાદ માસીએ દીકરીને માતા-પિતા સાથે મોકલી હતી. પિતાને બાળકી ગુમ થયાની જાણ થતા તેણે પોલીસ મથકમાં પુત્રીના અપહરણની ફરિયાદ કરી દીધી હતી. પરંતુ દીકરીની કોઈ પત્તો લાગ્યો ન હતો. હાલ પોલીસે ફરિયાદ નોધીને આરોપીને પકડી પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *