ગુજરાત(Gujarat): હાલમાં જ એક વિડીયો વાયરલ(Viral video) થતા ગુજરાતના શિક્ષણ સામે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે. આ વિડીયોમાં એક શિક્ષક આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો નર્મદા(Narmada)ના ગરુડેશ્વર(Garudeshwar) તાલુકાના કોયારી ગામે પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ક્લાસરૂમની બેન્ચ પર સૂતેલા હોવાનો વિડીયો વાયરલ થતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તાલુકા શિક્ષણાધિકારીને તપાસ સોંપવામાં આવતા દોડધામ મચી જવા પામી હતી. જ્યાં શાળાના શિક્ષક ક્લાસમાં આરામ કરતા હોય તે પ્રકારના શરમજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો આ વિડીયોમાં જોઈ શકાય છે કે, ક્લાસમાં બાળકો શિક્ષક વિના એકલા જ જાતે ભણી રહ્યા છે અને શિક્ષક ક્લાસમાં બેન્ચ પર પંખો ચાલુ કરીને બિન્દાસ આરામ ફરમાવી રહ્યા છે.
મહત્વનું છે કે, ગુજરાત સરકાર ગામડાઓમાં ભણતર સારું ચાલી રહ્યું છે તે પ્રકારના દાવાઓ કરી રહી છે. ત્યારે આવા શિક્ષકો સામે સરકાર કોઈ પગલાં લેશે તે તો હવે જોવું જ રહ્યું. આ પ્રકારના વિડીયોના આધારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકરી શાળામાં તપાસ કરવા પહોંચ્યા હતા પણ તેઓ પણ શિક્ષકનો બચાવ કરતા નજરે પડ્યા હતા. જયારે શિક્ષક નશાની હાલતમાં હોય તેવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે. પરંતુ શિક્ષક આ મામલે તેમ પણ કહી રહ્યાં છે કે, નવરાત્રિનો ઉપવાસ ચાલી રહ્યો છે અને બીપીનો દર્દી પણ છું માટે ગોળી પીધી હતી એટલે ચક્કર આવ્યા અને હું સૂઈ ગયો હતો. ત્યારે હવે તપાસ કમિટીમાં શિક્ષક નિર્દોષ છૂટી જાય છે કે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે, તે તો જોવું જ રહ્યું.
સ્થાનિક વ્યક્તિ દ્વારા સ્કૂલમાં જઈને તેનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો. આ વિડીયોમાં જોઈ શકાય છે કે, કેટલાક બાળકો ક્લાસરૂમમાં એકલા જ બેઠા છે અને તેમને ભણાવવા માટે કોઈ શિક્ષક નથી. માત્ર એટલું જ નહી પણ, ક્લાસમાં પાછળ ટીવી ચાલી રહ્યું છે અને બાળકો તેમના પુસ્તકો ખોલીને જાતે અભ્યાસ કરી રહ્યા હતા. ત્યારે બીજી તરફ ક્લાસમાં પંખો ચાલુ રાખી બેન્ચ પર શિક્ષક આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે. વિડીયો ઉતારનાર વ્યક્તિ તેમને જગાડવાનો પણ પ્રયાસ કરે છે, પરંતુ શિક્ષકને જાણે કોઈ પરવા જ ન હોય તેમ તેમણે એકવાર પણ આંખ ખોલીને સામે પણ જોયું ન હતું.
મહત્વનું છે કે, જ્યારે આ વિડીયો ઉતારનાર મુકેશભાઈ તડવી SMC અધ્યક્ષે જણાવતા કહ્યું હતું કે, હું જ્યારે આવ્યો ત્યારે શિક્ષક ઊંઘી રહ્યા હતા. જે વિડીયો મેં મોબાઇલમાં ઉતારીને ગામના ગ્રુપમાં ચડાવ્યો હતો. શિક્ષકો આ રીતે ઊંઘતા ના રહે અને અમારા બાળકોને સારું શિક્ષણ મળી રહે તેવી માંગ છે. વધુમાં હવે આ જોવાનું એ રહ્યું કે, આ શિક્ષક નશાની હાલતમાં હતા કે એ અન્ય કારણો સર ઉંધી રહ્યા હતા. આ બધા વચ્ચે અભ્યાસ કરતા બાળકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાય રહ્યું છે તેમ પણ કહી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.