બાડમેરમાં મોડી રાત્રે સ્કોર્પિયો કાર પલટી જતાં ત્રણ પિતરાઈ ભાઈઓના કરુણ મોત થયા હતા. ત્રણેય ભાઈઓ ગામ પરત ફરી રહ્યા હતા. રસ્તામાં અચાનક ટાયર ફાટવાને કારણે કાર બેકાબૂ થઇ ગઈ હતી અને તેથી વાહન ત્રણ વખત પલટી ગયું હતું. બે ભાઈઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જયારે ત્રીજાએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. એક ભાઈના એક મહિના પછી જ લગ્ન હતા.
આ ઘટના બાડમેરના મિત્રા અનાદાની ધાની (સદર પોલીસ સ્ટેશન) ગામ પાસે બની હતી. પોલીસે ત્રણેયના મૃતદેહને જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે. માહિતી મળતા જ બાડમેરના એસડીએમ સમુદ્ર સિંહ ભાટી પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ખંગાર સિંહ (ઉંમર વર્ષ 24), શ્યામ સિંહ (ઉંમર વર્ષ 23), પ્રેમ સિંહ (ઉંમર વર્ષ 23) ત્રણેય બાડમેર શહેરમાંથી કામ પૂર્ણ કરીને ગામ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન મધરા ગામ પાસે લગભગ રાત્રે 9 વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો.
આસપાસના લોકોએ એમ્બ્યુલન્સ બોલાવી અને ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. માહિતી મળતા સદર પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોંચી હતી. એસડીએમ સમુદ્ર સિંહ ભાટી સાથે વાત કરતા તેમને કહ્યું કે, વાહન કેવી રીતે પલટી ગયું તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
મૃતક પ્રેમ સિંહ અને શ્યામ સિંહ પિતરાઈ ભાઈ હતા અને ખંગાર સિંહ બંનેના મામાનો પુત્ર હતો. ત્રણેય અપરિણીત હતા. ખંગાર સિંહના લગ્ન 22 મેના રોજ નક્કી થયા હતા. આ ઘટનાથી ત્રણેય પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક ખંગાર સિંહ NDPS કેસમાં વોન્ટેડ હતો. પોલીસ તેને ઓપરેશન વજ્રઘાટ હેઠળ શોધી રહી હતી, પરંતુ તે પોલીસથી બચતો રહ્યો. તે ઘણા સમયથી ફરાર હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.