સરકારે અહીં જવા પર લગાવ્યો છે પ્રતિબંધ, જબરદસ્ત કારણ છે જવાબદાર…

દુનિયામાં એવા ઘણા આઈલેન્ડ છે, જે ખૂબસૂરતી માટે વિખ્યાત છે. આજ અમે તમને એવા જ એક આઈલેન્ડ વિશે જણાવીશું, જે ખૂબસૂરતો છે, પરંતુ તેમ છતાં પણ તેની ગણતરી દુનિયાના ખતરનાક દ્વિપોમાં થાય છે. ઈટાલીમાં આવેલા આ આઈલેન્ડને ‘મોત કા આઈલેન્ડ’ કહેવામાં આવે છે.

વેનિસીયા સરોવરની ઉત્તરમાં આવેલા આ રહસ્યમયી આઈલેન્ડને પોવેગ્લિયા આઈલેન્ડના નામથી ઓળખવામાં આવે છે. અહીં જવું એટલે મોતનું સ્વાગત કરવા બરાબર છે. કહે છે કે અહીં જનારાનું પાછા ફરીને આવવું મુશ્કેલ બને છે. આ આઈલેન્ડ સાથે જોડાયેલી એક ડરામણી કહાની છે, જેના કારણે લોકો અહીં જવાનું પસંદ નથી કરતાં.

જોકે સરકારે પણ અહીં જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. અહીં સેંકડો વર્ષ પહેલાં આ આઈલેન્ડ પર પ્લેગના દર્દીને મરવા માટે લાવવામાં આવતાં હતા અને જે લોકો મરી જતાં હતા એમને અહીં દફનાવામાં આવતા. આઈલેન્ડ પર પ્લેગના દર્દીની સંખ્યા ઘણી વધી ગઈ હતી, એવામાં લગભગ 1 લાખ 60 હજાર બીમાર લોકોને આ જગ્યા પર જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. તેના પછી આ આઈલેન્ડને ભૂતહા માનવામાં આવે છે અને આખેઆખો વિરાન થઈ ગયો.

જોકે વર્ષ 1992માં આ આઈલેન્ડ પર મેંટલ હોસ્પિટલ બનાવવામાં આવ્યું, પરંતુ કેટલાક વર્ષો પછી તેને બંધ કરવામાં આવ્યું હતું. તેની પાછળએ કારણ જણાવાયું હતું કે હોસ્પિટલના ડોક્ટરોથી લઈ નર્સો અને દર્દીઓને પણ અહીં કેટલીક અસામાન્ય વસ્તુઓ જોવા મળતી હતી. મેંટલ હોસ્પિટલ બંધ થયાના ઘણા સમય પછી આઈલેન્ડ અવાવરો પડ્યો હતો, તેના પછી ઈટલીની સરકારે વર્ષ 1960માં એક વર્ષને વેચી દીધો.

કેટલીક અસામાન્ય ઘટનાઓની વચ્ચે આ માણસ તેના પરિવાર સાથે થોડા સમય માટે જ અહીં રહી શક્યો હતો. પછી તે આઈલેન્ડને છોડીને જતો રહ્યો હતો. આ ઘટના બન્યા બાદ જે પણ અહીં રહેવા આવે તેની સાથે એવી ઘટના બનતી કે થોડા સમયમાં તે આઈલેન્ડને છોડીને જતો રહેતો હતો. કહેવાય છે કે માછીમારો પણ આઈલેન્ડ પાસે માછલી પકડતા નથી. ઘણી વાર અહીં મરેલા માણસોના હાડકાં તેમની જાળમાં ફસાય જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *