મધ્ય પ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં આજે સવારે થયેલા એક ગંભીર રોડ અકસ્માતમાં રાષ્ટ્રીય કક્ષાના ચાર હૉકી પ્લેયર્સ માર્યા ગયા હતા. ત્રણને ઇજા થઇ હાલ પોલીસે જણાવ્યા મુજબ અકસ્માત થયો ત્યારે કારમાં સાતેસાત રાષ્ટ્રીય કક્ષાના ખેલાડી હતી જે મધ્ય પ્રદેશની હૉકી એકેડેમી સાથે સંકળાયેલા હતા. આ ખેલાડીઓ હોશંગાબાદમાં ધ્યાનચંદ હૉકી ટુર્નામેન્ટ રમવા આવ્યા હતા. રમત પૂરી થઇ જતાં ઇટારસી તરફ રવાના થયા હતા.
એમની કાર પરનો ડ્રાઇવરનો કાબુ ગુમાઇ જતાં કાર એક વૃક્ષ સાથે ટકરાઇ હતી. આ અકસ્માતમાં ચાર ખેલાડી માર્યા ગયા હતા અને બીજા ત્રણને ઇજા થઇ હતી. ત્રણેને હૉસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં એકની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.
ટુર્નામેન્ટ રમવા આવેલા ખેલાડીઓનો ઉતારો ઇટારસીમાં હતો એટલે આ લોકો રમત પૂરી કરીને ઇટારસી જઇ રહ્યા હતા. ડિસ્ટ્રીક્ટ મેજસ્ટ્રેટે તપાસનો આદેશ આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.