જો આ કામ નહીં કર્યું હોય તો હાઇવે પર ડબલ ટોલ ટેક્સ આપવો પડશે- જાણો અહીં

જો તમે અવારનવાર હાઇવે પરથી પસાર થતા હો તો આ સમાચાર ખાસ તમારા માટે છે. રોડ મિનિસ્ટ્રી તરફથી જાહેર એક પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, 1 ડિસેમ્બરથી હાઈવેનાં તમામ ટોલ પ્લાઝાને ફાસ્ટેગ સિસ્ટમમાં પરિવર્તિત કરવામાં આવશે. એકવાર આ સિસ્ટમ ચાલુ થઈ ગયા બાદ ટોલ પ્લાઝા પર રોકડ પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં, ફક્ત ઈલેક્ટ્રોનિક પેમેન્ટ જ થશે. અને જો તમે રોકડ પેમેન્ટ કરવા માગો છો તો તમારી પાસેથી ટોલનો બમણો દર વસૂલવામાં આવશે. આ સિસ્ટમ માટે લોકોને જાગૃત કરવા માટે હાઈવે ઓથોરિટીએ ટોલ પ્લાઝાને સૂચના આપી દીધી છે. તો તમને અપાતાં ટોલમાં છેક નીચેની લાઈનમાં પણ ફાસ્ટેગનો ઉલ્લેખ છે. એટલે કે, જો હવે તમારે ટોલ પ્લાઝા પરથી પસાર થવું હશે તો ફાસ્ટેગ સિસ્ટમ લેવી જ પડશે. આ ફાસ્ટેગ તમે કોઈપણ બેંક પાસેથી કે ઓનલાઈન પણ મેળવી શકો છો. જેની દરેક પ્રક્રિયા એકદમ સરળ છે.

શું છે ફાસ્ટ એક FASTag સિસ્ટમ?

ફાસ્ટેગ એ એક ઈલેક્ટ્રોનિક ટોલ કનેક્સ ડિવાઈસ છે, કે જે તમારા વ્હિકલમાં ઈન્સ્ટોલ કરવાનું રહેશે. આ ડિવાઈસ તમને ટોલ પ્લાઝા પર સ્ટોપ કર્યા વગર સડસડાટ નીકળી જવા માટે મદદ કરે છે. તેનાથી ટોલ પ્લાઝા પર લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે. સરકારનો આ પ્લાન ટોલ પ્લાઝા પર ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે.

ફાસ્ટેગ કાર કે વ્હિકલની વિન્ડસ્ક્રીન ઉપર લગાવવામાં આવે છે. અને તે રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન (RFID) ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. અને ચાલુ વ્હિકલે આ ફ્રિક્વન્સીની મદદથી તમારો ટોલ આપોઆપ ભરાઈ જાય છે. ટોલની રકમ ફાસ્ટેગ સાથે જોડાયેલ તમારા બેંક એકાઉન્ટમાંથી કપાઈ જાય છે.

હાલના પ્રાવધાન પ્રમાણે જો તમે ફાસ્ટેગ લેનમાં તમારું વ્હીકલ લઈને જશો તો તમારે બમણો ટોલ ચૂકવવો પડશે. અને હાઈવે ઓથોરિટીના કહેવા પ્રમાણે આ સિસ્ટમનું કડકાઈથી પાલન કરાવવામાં આવશે.

કેવી રીતે મેળવશો?

લગભગ તમામ પ્રાઈવેટ અને સરકારી બેંકો દ્વારા પોતાની વેબસાઈટ ઉપર ફાસ્ટેગ ખરીદવાનો ઓનલાઈન ઓપ્શન આપવામાં આવ્યો છે. ઓનલાઈન ફાસ્ટેગ લેવા માટે તમને તમારી આરસી બૂક અને ડ્રાઈવિંગ લાયસન્સનો ફોટો પણ અપલોડ કરવો પડશે. ડોક્યુમેન્ટ અને ડિટેઇલ અપલોડ કર્યા બાદ તમને 15 દિવસની આસપાસમાં તમારા ઘરે ફાસ્ટેગ મળી જશે. જેને તમે તમારી ગાડીના કાચ ઉપર ચીપકાવી શકો છો, અને ટોલ પ્લાઝા પર ઉભા રહ્યા વગર નીકળી શકો છો. બેંકો તરફથી ડિલિવરી માટે કોઈ ચાર્જ લેવામાં આવી રહ્યો નથી.

Paytm પરથી પણ મેળવી શકશો :-

તમારા પેટીએમ પર ડિટેલની સાથે ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે. તેમાં પણ 2 દિવસની આસપાસની અંદર તમારા ઘરે ફાસ્ટેગ પહોંચી જશે.

SMS દ્વારા થશે જાણ :-

તમે જ્યારે પણ ફાસ્ટેગ લગાવેલાં વાહનથી કોઈ ટોલ પ્લાઝા પરથી પસાર થતો તો, ફાસ્ટેગ એકાઉન્ટમાંથી ટોલની રકમ ચૂકવાઈ જતાં જ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક મેસેજ આવી જશે. જેમાં તમારા એકાઉન્ટમાંથી કેટલી રાશિ કાપવામાં આવી છે તેની જાણકારી આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *