ખેડૂતોના ખાતા માંથી પાછા ખેંચાઈ રહ્યા છે કિસાન સન્માન નિધિ ના રૂપિયા- વાંચો હકીકત

મુઝફ્ફરનગર: કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ધનરાશિ ખેડૂતોના ખાતામાં આવી અને પાછી પણ ખેંચાઈ ગઈ. આ રીતના અત્યારસુધી 2000 ખેડૂતોના મામલા સામે આવ્યા છે. બેંક ઓફ કૃષિ વિભાગના અધિકારી પણ ચોંકી ગયા છે કે આ કઈ રીતે બન્યું. સતત ફરિયાદ આવી રહી છે. પૈસા ક્યાં ગયા અને આવું શું કામ થયુ? આ સંબંધે કોઈ કંઈ જ કહી શકે તેમ નથી. સીડીઓ અને પ્રભારી ડીએમ અર્ચના વર્માએ કહ્યું કે આ સંબંધે પ્રશાસનને પત્ર લખવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષના બજેટમાં કિસાન સન્માન નિધિ ની ઘોષણા કરી હતી. આ હેઠળ બે હેક્ટર જેટલી જમીન ધરાવતા ખેડૂતોને દરેક વર્ષે છ હજાર રૂપિયા બેંક ખાતામાં મળે છે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

આ યોજના હેઠળ લાભ લેનારા ખેડૂતોની યાદી ઓનલાઈન વેબસાઈટ પર મૂકવામાં આવી હતી અને કેટલાક ખેડૂતોને ભારત સરકારના પબ્લિક ફાયનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ એ બે બે હજાર રૂપિયા પણ મોકલી દીધા હતા. યોજના હેઠળ 2 લાખ 20 હજાર ખેડૂતોને લાભ મળ્યો હતો. આમાંથી 1,03,000 ખેડૂતોના ખાતામાં ફેબ્રુઆરી માસ અને એપ્રિલ માસમાં બેબી હજાર રૂપિયા મોકલવામાં આવ્યા છે.

આમાંથી ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમના ખાતામાં પૈસા આવ્યા અને પાછા પણ ચાલ્યા ગયા. ખેડૂતોની પાસબુકમાં એન્ટ્રી પણ છે. ભુપેન્દ્ર અને બ્રિજ પાલ નામના બે ખેડૂતોએ જણાવ્યું કે તેમની એસબીઆઇની પાસબુકમાં બે હજાર રૂપિયા આવ્યા હતા તેની એન્ટ્રી પણ છે. પરંતુ જ્યારે તેઓ રૂપિયા ઉપાડવા ગયા તો બેંક કર્મચારીઓ કહ્યું કે ખાતામાં પૈસા જ નથી.તપાસ કરતા જાણવા મળ્યું કે પૈસા પાછા ચાલ્યા ગયા છે. કૃષિ વિભાગને આ રીતને અંદાજે ૨૦૦૦ ફરિયાદો આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *