બોલિવૂડના નામે ધીકતો ધંધો, ફિલ્મોમાં રોલ આપવાની લાલચે યુવતીઓને ધકેલતો ગંદા કામમાં

Bollywood business, lust for role in films, pushing women into dirty work

બોલિવૂડમાં ગંદા કામ થાય એની વાતો અને પુરાવા પણ ઘણા સમયથી આવવા લાગ્યા છે. ખાસ કરીને જ્યારથી મીટૂ મુવમેન્ટ શરૂ થયું ત્યારથી નવા નવા લોકોની પોલ છતી થઈ રહી છે. પરંતુ બોલિવૂડમાં આવ્યા પહેલા અને બોલિવૂડમાં લાવવાની લાલચે પણ લોકો મહિલાઓ પાસે કેવું ગંદુ કામ કરાવે એનો એક સનસનીખેજ ખુલાસો થયો છે.

પોલીસે એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે કે જે મોડેલોને ફિલ્મોમાં કામ કરવાની લાલચ આપીને વેશ્યાવૃતિ તરફ ધકેલતો હતો. એક અધિકારીએ શનિવારે જણાવ્યું કે આરોપી પોતાને ડાયરેક્ટર ગણાવી યુવતીઓને ફિલ્મોમાં કામ અપાવવાની લાલચ આપતો હતો. આરોપી સહવાન અલી ઉર્ફ મન્નુ ચનઈ કવિરાજ કે જેની ઉંમર 45 વર્ષની છે. ગોરેગાંવમા આવેલી એક આલિશાન હોટલમાં શુક્રવારે રેડ  પાડીને તેની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે અપરાધ શાખાની સામાજિક કાર્ય ધારા અનુસાર તેની ધરપકડ કરવામાં આવી છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, જ્યારે અમને સુચના મળી એટલે અમે તરત એ હોટમાં રેડ પાડી અને બે મોડેલને બચાવી પણ લીધી હતી. આરોપી એ મોડેલને ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ આપવાની લાલચ આપીને વેશ્યાવૃતિમાં ધકેલી દેવા માંગતો હતો. પોલીસ અધિકારી રાજેન્દ્ર દભાડેએ કહ્યું કે, આરોપી મોડેલોને વેશ્યાવૃતિ માટે પાડોશી શહેરો અને બીજા રાજ્યોમાં પણ મોકલતો હતો. આરોપીની હાલમાં આરે પોલીસ સ્ટેશન દ્વારા અનૈતિક વેપાર અધિનિયમના કાયદા પ્રમાણે ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: