સવાર સવારમાં ચાલવા નીકળેલા ડોક્ટર પર તૂટી પડ્યું કૂતરાઓનું ટોળું- તડપી તડપીને મોતને ભેટ્યા, જુઓ ઘટનાનો ધ્રુજાવી દેતો વિડીયો

સવાર સવારમાં ચાલવા નીકળેલા ડોક્ટર પર કૂતરાઓનું ટોળું તૂટી પડ્યાના કાળજું કંપાવી દે તેવા સમાચાર અને વિડીયો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશ(UP)ના અલીગઢ(Aligarh)ના પોલીસ સ્ટેશન સિવિલ લાઇન વિસ્તારના અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી(Aligarh Muslim University) કેમ્પસમાં 7 જેટલા વધુ કૂતરાઓ એક વ્યક્તિ પર તૂટી પડ્યા હતા. જેના કારણે વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની માહિતી મળતા જ વિસ્તારની પોલીસ ડોગ સ્કવોડ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ(CCTV footage) સામે આવ્યા છે જેમાં કૂતરાઓ એક વ્યક્તિ પર હુમલો કરતા જોવા મળે છે જેના કારણે તે વ્યક્તિ જમીન પર પડી જાય છે અને ત્યાં જ તેનું મૃત્યુ થાય છે.

મુસ્લિમ યુનિવર્સિટીના કેમ્પસમાંથી એક વ્યક્તિની લાશ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક પોલીસને કરવામાં આવતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ ડોગ સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરી હતી, સાથે જ ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવતા સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો હતો.

વિસ્તારમાં કૂતરાઓનો આતંક:
સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ જાણવા મળ્યું કે, જમાલપુર વિસ્તારમાં રહેતો સફદર અલી સવારે પાર્કમાં ફરવા આવ્યો હતો. ત્યારે જ કેટલાક રખડતા કૂતરા ત્યાં પહોંચી ગયા અને તેમણે સફદર અલી પર એક પછી એક હુમલો કર્યો. જેના કારણે સફદર અલીએ પોતાનો બચાવ કર્યો અને આ દરમિયાન તે જમીન પર પડી ગયો. આ દરમિયાન સફદર અલીનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી સ્પષ્ટ થયું છે કે આ વિસ્તારમાં કૂતરાઓનો ભારે આતંક છે.

સીસીટીવી ફૂટેજમાં મોતનો ખુલાસો:
માહિતી આપતાં, એસપી સિટી કુલદીપ સિંહ રાવતે જણાવ્યું કે, પોલીસને માહિતી મળી હતી કે કેમ્પસમાં એક વ્યક્તિનો મૃતદેહ પડ્યો છે, માહિતી મળતાં જ વિસ્તારની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને કબજે લીધો હતો.આ દરમિયાન જ્યારે પોલીસે ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી તો જાણવા મળ્યું કે વ્યક્તિનું મોત કૂતરાના હુમલાથી થયું હતું. આ વ્યક્તિ પોલીસ સ્ટેશન સિવિલ લાઇન વિસ્તારના અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કેમ્પસનો છે, વ્યક્તિની ઓળખ પોલીસ સ્ટેશન સિવિલ લાઇન વિસ્તારના જમાલપુર વિસ્તારના સફદર અલી તરીકે થઈ છે.

ઘટનાની માહિતી મૃતકના પરિજનોને આપવામાં આવી છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કૂતરાઓ એક પછી એક સફદર અલી પર હુમલો કરતા જોવા મળી રહ્યા છે. સફદર અલીએ પણ પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કૂતરાઓ તેના પર તૂટી જ પડ્યા હતા. જેના કારણે સફદર અલીનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત થયું હતું. અલીગઢ પોલીસે AMU કેમ્પસમાં કૂતરાઓના હુમલાના CCTV ફૂટેજ પણ જાહેર કર્યા છે. સીસીટીવી ફૂટેજમાં આ ઘટના સ્પષ્ટ દેખાઈ રહી છે. પોસ્ટમોર્ટમમાં મૃત્યુનું કારણ વધુ સ્પષ્ટ થશે, મૃતકના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *