ચા-કોફીની ચુસ્કી થઇ મોંઘી- ચા અને કોફીના ભાવમાં એકસાથે આટલા રૂપિયાનો થયો વધારો

ગુજરાત(Gujarat): સતત મોંઘવારી(Inflation)નો માર સામાન્ય જનતાને સહન કરવો પડી રહ્યો છે. તમામ વસ્તુઓના ભાવમાં મસમોટો વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે ચા-કોફીની ચુસ્કી(Sip tea and…

ગુજરાત(Gujarat): સતત મોંઘવારી(Inflation)નો માર સામાન્ય જનતાને સહન કરવો પડી રહ્યો છે. તમામ વસ્તુઓના ભાવમાં મસમોટો વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે ચા-કોફીની ચુસ્કી(Sip tea and coffee) પણ મોંઘી થઇ જવા પામી છે. જો વાત કરવામાં આવે તો આખી ચામાં 2 રૂપિયાનો અને કોફીમાં 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, રતનપર, દૂધરેજ સહિતના વિસ્તારોમાં દિવસે દિવસે ચાની લારીઓ તેમજ હોટલોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. બીજી બાજુ ઘરના ચા-પાણી પીધા પછી બહારની ચા-કોફીના રસીયાઓ માટે પણ હવે હોટલો અને લારીઓ પર ચા-કોફીની ચૂસકી મોંઘી થઇ ગઈ છે.

મળતી માહિતી અનુસાર, છેલ્લા ઘણા સમયથી હોટલો અને લારીઓ પર એક ચાના 10 રૂપિયા, એક કોફીના 15 રૂપિયા તેમજ એક પાલી ચાના 3 રૂપિયા ગ્રાહકો પાસેથી લેવામાં આવતા હતાં. પરંતુ હવે દૂધમા,ખાંડમાં, ચાના તેમજ કોલસાના ભાવમાં વધારો થવાને કારણે તેની સીધી અસર ચા અને કોફી પર જોવા મળી છે.

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત ચાની પ્યાલીનું પેકેટ 10 રૂપિયામાં મળતુ હતુ તે આજે 15 રૂપિયાના ભાવમાં લારી તેમજ હોટલવાળાઓએ વધારો કરવામાં આવ્યો હતો. આ અંગે હોટલો અને લારીવાળાનું કહેવું છે કે, ખાંડ, ચા, દૂધ સહિતની વસ્તુઓની કિંમત વધવાને કારણે ચા-કોફીમાં વધારો કરવામાં આવ્યો છે.

જેથી 1 ચાની પ્યાલીના 5 રૂપિયા, એક રકાબી ચાના 10 રૂપિયા થઇ ગયા છે. ઉપરાંત 15 રૂપિયામાં મળતી કોફીનાં ગ્રાહકોને 20 રૂપિયા દેવા પડશે. ખાંડ વગરની આખી ચાના 20 રૂપિયા થઇ ગયા છે. જો વાત કરવામાં આવે તો શહેરમાં અંદાજે 2000થી ચા-કોફીની લારી તેમજ હોટલધારકો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *