તલાટી ભરતી પરીક્ષાની તારીખ જાહેર થયા બાદ જાણો હસમુખ પટેલએ શું કરી જાહેરાત

Talati Exam Date and Rules

તલાટીની પરીક્ષાને (Talati Exam) લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 7 મે ના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષા લેવાશે તેવી જાહેરાત થતા આ પરીક્ષા આપનાર ઉમેદવારોએ તૈયારીઓને આખરી ઓપ આપવાની શરૂઆત કરી દીધી છે. આ સાથે જ ભરતી અંગે અપડેટ આપતા IPS અધિકારી હસમુખ પટેલએ કેટલીક ટ્વીટના માધ્યમથી પરીક્ષાર્થીઓને કેટલાક સૂચનો અને તકેદારીની વાતો શેર કરી છે. સાથે સાથે OJAS પરથી શું જાણકારીઓ લેવાની રહેશે તેની જાણકારી પણ આપી છે.

તલાટીની પરીક્ષા (Talati Exam) માટે કન્ફર્મેશન આપવું પડશે આ સિવાય ઉમેદવારે પરીક્ષા માટે કન્ફર્મેશન આપવું જરૂરી રહેશે.  સંમતિ પત્ર આપનાર ઉમેદવાર જ પરીક્ષા આપી શકશે અને આ સંમતિ પત્ર ભરવાની અંતિમ તારીખ 20 એપ્રિલ રાખવામાં આવી છે. 20 મી એપ્રિલ સુધીમાં OJAS પર સંમતિ પત્ર ભરી શકાશે.

આ વર્ષે તલાટીની પરીક્ષાનું (Talati Exam) પેપર 12.30 કલાકે જ અપાશે. પ્રશ્નપત્ર આપવા પહેલા અંગુઠાનું નિશાન લેવાશે. ઉમેદવારના અંગુઠાના નિશાન લેવાની સાથે, હવેથી ઉમેદવારની સહી થશે. આ માહિતી હસમુખ પટેલે ટ્વીટ કરીને આપી છે.

નોકરી ભરતી બોર્ડ

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)

જાહેરાત નંબર

10/2021-22

પોસ્ટ

તલાટી કમ મંત્રી ગુજરાત (વર્ગ 3)

ખાલી જગ્યાઓ

3437+

નોકરીઓનો પ્રકાર

પંચાયત વિભાગ

અરજી પ્રક્રિયા

જાન્યુઆરી – ફેબ્રુઆરી 2022

Talati Exam date 2022 (તલાટી પરીક્ષા તારીખ 2022)

7 May 2023

Talati Mantri Call Letter 2022

પરીક્ષાની તારીખના 10-15 દિવસ પહેલા

નોકરીનો પ્રકાર

ગુજરાત સરકાર ની નોકરી

સત્તાવાર વેબસાઇટ

http://gpssb.gujarat.gov.in Or ojas.gujarat.gov.in

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *