VIRAL VIDEO / અખાડો બન્યો લગ્ન મંડપ- દુલ્હાએ એવી હરકત કરી કે, WWE ની જેમ બાખડી પડ્યા દુહલા-દુલ્હન

Dulha Dulhan Fight Viral Video: સોશિયલ મીડિયા પર દરરોજ કેટલાક એવા વીડિયો વાયરલ થતા હોય છે, જેને જોઈને તમે દંગ રહી જશો. લગ્નમાં વર-કન્યા પક્ષ…

Dulha Dulhan Fight Viral Video: સોશિયલ મીડિયા પર દરરોજ કેટલાક એવા વીડિયો વાયરલ થતા હોય છે, જેને જોઈને તમે દંગ રહી જશો. લગ્નમાં વર-કન્યા પક્ષ કે પરિવારો વચ્ચે ઘણીવાર દલીલો જોવા મળે છે, પરંતુ કેટલાક લોકો તેને બહાર આવવા દેતા નથી. જ્યારે કેટલાક એવા હોય છે જેઓ કોઈની પરવા કરતા નથી અને બધાની સામે જ ઝઘડો કરવા લાગે છે. લગ્નમાં તો તમે હંમેશા (Dulha Dulhan Fight) વર-કન્યા વચ્ચે પ્રેમનો સંબંધ જોયો જ હશે, પરંતુ હાલ વાયરલ થયેલા એક વીડિયોમાં વર-કન્યાને જોતા લાગે આ તો જન્મો જન્મોના વેરી હશે.

લગ્નમંડપમાં જ એકબીજા સાથે ઝઘડી પડ્યા વર અને કન્યા

લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે અને લગ્ન સાથે જોડાયેલા ઘણા ફની વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા રહે છે. કેટલાક વીડિયો એટલા ફની હોય છે કે દર્શકો તેનું હસવું રોકી શકતા નથી છે.

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હા-દુલ્હન સ્ટેજ પર ઉભા છે અને ત્યારે જ વરરાજા પોતાની દુલ્હનને જબરદસ્તીથી મીઠાઈ ખવડાવવા લાગે છે. કન્યા થોડીક સેકન્ડો માટે સહન કરે છે, પરંતુ જ્યારે તેની ધીરજ તૂટી જાય છે, ત્યારે તે વરરાજાને તેનો હાથ હટાવીને થપ્પડ મારે છે. આ પછી, દુલ્હનની આ હરકત બાદ દુલ્હાનો પણ બાટલો ફાટે છે અને તે પણ બદલો લે છે અને પછી બંને વચ્ચે બરાબરની લડાઈ થાય છે.

સંબંધીઓએ આવીને બંનેને છુટા પડ્યા

જેમ WWEમાં બે રેસલર્સ લડી રહ્યાં હોય એમ, આ દુલ્હા અને દુલ્હન સ્ટેજ પર લડવા લાગ્યા. લાંબા સમય સુધી એકબીજા સાથે ઝપાઝપી કર્યા બાદ બંને લોકો શાંત થયા અને પરિવારના સભ્યો પણ સ્ટેજ પર આવ્યા અને વર-કન્યાને પકડી લીધા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ‘ઘર કે કલેશ’ નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં એક લાખ હજારો વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો પર ઘણા લોકોએ પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એક યુઝરે લખ્યું, “યે સબ તો નાટક જૈસા લગ રહા હૈ.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *