BREAKING NEWS: જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં મોટી દુર્ઘટનાઃ ખીણમાં ખાબકી આર્મીની એમ્બ્યુલન્સ, 2 જવાનો શહીદ

જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માં સેના (army) ના જવાનોની શહાદતનો સિલસિલો અટકવાનો નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં જ પૂંચમાં આતંકવાદી હુમલા (Terrorist attacks) માં પાંચ જવાનો શહીદ થયા હતા, ત્યારબાદ શનિવારે રાજૌરીમાં એક દુ:ખદ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સેનાના બે જવાન શહીદ થયા છે. 

શહીદ થયેલા જવાનોમાં એક રાજૌરી(Rajouri)નો રહેવાસી હતો જ્યારે બીજો જવાન બિહારનો રહેવાસી હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સેનાની એમ્બ્યુલન્સ નિયંત્રણ રેખા નજીક ડુંગી ગાલા સેક્ટરમાં અકસ્માતનો ભોગ બની હતી જ્યારે તેના ડ્રાઇવરે તીવ્ર વળાંક પર નિયંત્રણ ગુમાવ્યું હતું. તેમણે કહ્યું કે અકસ્માતમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર અને એક સૈનિકનું મોત થયું છે. 

આ પહેલા પણ ગત વર્ષે સિક્કિમમાં આવી જ એક દુર્ઘટનામાં 16 જવાનોના મોત થયા હતા. તમને જણાવી દઈએ કે ગુરુવારે 20 એપ્રિલના રોજ આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં ભીમ્બર ગલી અને પુંછ વચ્ચે સેનાના વાહન પર હુમલો કર્યો હતો. 

આ હુમલામાં સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સના 5 જવાન શહીદ થયા હતા અને 1 જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ હુમલાની જવાબદારી PAFF એટલે કે પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ નામના આતંકવાદી સંગઠને લીધી હતી. કહેવાય છે કે આ સંગઠનને જૈશના મોહમ્મદનું સમર્થન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *